(સંપૂર્ણ સમાચાર સેવા)
કોલકત્તા,
ઇન્ડીયન પ્રિમિયર લીગ-૧૧માં આવતીકાલે કોલકત્તા નાઇટ રાઇડર્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે જારદાર મેચ રમાનાર છે. આ મેચ તેમના માટે નિર્ણાયક રહી શકે છે. રાજસ્થાને છેલ્લી મેચમાં મુંબઇ ઇન્ડીયન્સ પર જીત મેળવીને તેની આશા જીવંત રાખી છે. તેના હવે ૧૨ પોઇન્ટ છે. રાજસ્થાનની ટીમે ૧૨ મેચોમાં છમાં જીત મેળવી છે અને અન્ય છમાં તેની હાર થઇ છે. આવી જ રીતે કોલકત્તા નાઇટ રાઇડર્સે પણ ૧૨ મેચો પૈકી છમાં જીત મેળવી છે અને છમાં તેની હાર છે. જા કે પોઇન્ટ ટેબલમાં કોલકત્તા હજુ સારા રેટ સાથે ચોથા સ્થાન પર છે. જ્યારે રાજસ્થાન રોયલ્સ પાંચમા સ્થાને છે. જેથી આવતીકાલની મેચ બંને ટીમો માટે ઉપયોગી રહેશે. છેલ્લી મેચમાં રાજસ્થાને મુંબઇ પર સાત વિકેટ જીત મેળવી હતી. ટલર જારદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. જેથી રાજસ્થાનને તે એકલા હાથ જીત અપાવી રહ્યો છે. છેલ્લી મેચમાં પ્રથમ બેટિંગ કરતા મુંબઇ ઇન્ડીયન્સે છ વિકેટે ૧૬૮ રન કર્યા હતા.રાજસ્થાને આ રન ત્રણ વિકેટ ગુમાવીને બનાવી લીધા હતા. મેચનું પ્રસારણ રાત્રે આઠ વાગ્યાથી કરવામાં આવશે. આવતીકાલની મેચ પણ હાઇ સ્કોરિંગ બની શકે છે.આઇપીએલ-૧૧ની મેચો દસ શહેરોમાં રમાઇ રહી છે. આગામી સપ્તાહો સુધી હવે જારદાર રોમાંચ રહેનાર છે.આઇપીએલ-૧૧માં પણ ટ્વેન્ટી વર્લ્ડ કપની જેમ જ ચોગ્ગા અને છગ્ગાની રમઝટ જાવા મળી રહી છે. કુલ ૬૦ ટ્વેન્ટી- ૨૦ મેચો સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન રમાશે. તમામ ૧૦ સ્ટેડિયમ ખાતે પુરતી તૈયારી સાથે મેચો રમાઇ રહી છે.લીગ તબક્કામાં કુલ ૫૬ મેચો રમાનાર છે. જે પૈકી ૪૫મેચો રમાઇ ચુકી છે. ટોપની ચાર ટીમો પ્લે ઓફમાં રમનાર છે. સ્ટાર સ્પોટ્ર્સ ઇÂન્ડયાએ આગામી પાંચ વર્ષ માટે બીસીસીઆઈના મિડિયા અધિકાર ખરીદી લીધા હતા. ઇ હરાજી મારફતે સ્ટારે રેકોર્ડ ૬૧૩૮.૧ કરોડ રૂપિયાની મોટી બોલી લગાવીને બોર્ડના મિડિયા અધિકારો ઉપર કબજા જમાવી લીધો હતો. આ રેસમાં સ્ટાર ઉપરાંત સોની અને રિલાયન્સ ગ્રુપની કંપની જીઓ પણ સામેલ હતી. ૨૦૧૮થી ૨૦૨૩ના ગાળામાં રમાનારી મેચોનું પ્રસારણ સ્ટાર સ્પોટ્ર્સ ઇÂન્ડયા દ્વારા કરાશે આ પહેર્લા ૨૦૧૨માં સ્ટાર ટીવીએ બીસીસીઆઈ પાસેથી અધિકાર ૩૮૫૧ કરોડ રૂપિયામાં બોલી લગાવીને ખરીદી લીધા હતા. આ પાંચ વર્ષમાં ટીમ વનડે, ટેસ્ટ અને ટ્વેન્ટી મેચ ગણીને ૧૦૨ મેચો રમશે.આઈપીએલ-૧૧માં ગુજરાતના અનેક ખેલાડી પણ રમી રહ્યા છે.
રાજસ્થાન રોયલ્સ ઃ રહાણે (કેપ્ટન), અંકિત શર્મા, અનુરીતસિંહ, આર્ચર, બિન્ની, બિરલા, બટલર, ચામીરા, ચોપડા, એસ ગોપાલ, ગોથમ, કુલકર્ણી, લાગલીન, લોમરોર, એસ મિથુન, સેમસંગ, સક્સેના, બેનસ્ટોક, ત્રિપાઠી, ઉનડકટ, ઝહીર ખાન
કોલકાતા નાઇટ રાઇડર્સ ઃ કાર્તિક (કેપ્ટન), ચાવલા, કુરેન, ડેલપોર્ટ, જગ્ગી, જ્હોનસન, કુલદીપ, લીન, નગરકોટી, નારેન, રાણા, રસેલ, સિયરલેસ, માવી, ગીલ, સિંહ, ઉથ્થપા, વિનયકુમાર, વાનખેડે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






