ગાંધીનગર,
તા.૧૪/૪/૨૦૧૮
બંધારણના ઘડવૈયા ડો. બાબા સાહેબ આંબેડકરની આજે ૧૨૭મી જન્મ જયંતિ છે. દેશભરમાં મહાનુભાવોએ ડો. આંબેડકરને વિવિધ રૂપે અંજલીઓ આપી રહ્યાં છે. આ સમયે ગુજરાતના મુંખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતુ કે, ભારતીય જનતા પાર્ટીની સરકાર કોઇપણ વ્યક્તિ કે સમાજને બંધારણે આપેલા અધિકારની રક્ષા કરવા અને સૌને ન્યાય સમાન અપાવવા માટે સંકલ્પબદ્ધ છે અને હંમેશા રહેવાની છે.
વિજય રૂપાણીએ ડો. બાબા સાહેબ આંબેડકરને દેશના સવા સો કરોડના નેતા ગણાવતા સૈને સંકલ્પબદ્ધ થવા અપીલ કરી કે, બાબા સાહેબે શિક્ષિત બની, સંગઠિત બની વિકાસનો જે કોલ આપ્યો હતો તેને સૌના સાથ અને સૌના વિકાસના મંત્ર સાથે જાડી તેમના સ્વપ્નને સાકાર કરીએ.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, ગુજરાતની ભાજપ સરકાર પર દલિતોએ આક્ષેપ કર્યા છે કે, તેમના પ્રશ્નો પ્રત્યે ધ્યાન આપવામાં આવતું નથી. ઉના દલિતકાંડ પછી દલિત યુવા નેતા જિગ્નેશ મેવાણીએ રાજ્યભરમાં ફરી દલિતોમાં જાગૃતિ લાવી સરકાર સામે શિંગડા ભેરવવાનું કામ કર્યું છે અને દલિતોએ સરકારને ઘેરવાનુ શરૂ કર્યું છે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"