રાજ્યમાં દુષ્કાળની સ્થિતિ, બે મહિનામાં જ સર્જાશે પીવાના પાણીની વિકરાળ પરિસ્થિતિ

0
12

ગાંધીનગર,તા.૨૨
આ વર્ષે મેઘરાજાની નારાજગીને લીધે રાજ્યમાં થયેલા નહીવત વરસાદથી ચિંતા ઘેરી બની છે. એક તરફ ધરતીનો તાત ઓછા વરસાદથી પાક નિષ્ફળ જવાની ભીતિમાં છે, તો બીજી બાજુ આવનારા દિવસોમાં પીવાના પાણીની કટોકટોની સમસ્યાથી સામાન્ય જનતા ચિંતામાં છે. એવામાં સરકારને પણ સ્થિતિ વધુ ખરાબ થવાનો અંદાજ આવી ગયો છે. ત્યારે રૂપાણી સરકારે અછતની સ્થિતિને લઇને હાઇ પાવર કમિટીની તાકિદે બેઠક બોલાવી હતી.
ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં દુકાળની Âસ્થતિને લઇને હાઇ પાવર કમિટી બેઠક બોલાવી હતી, જેમાં નાયબ મુખ્યમંત્રી, મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા સહિત ટોચના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા. બેઠકમાં પીવાના પાણી વિકરાળ બનતી જતી સ્થિતિ અંગે સમીક્ષા કરવામાં આવી હતી. બેઠકમાં પીવાના પાણીની સમસ્યા કોઇપણ ભોગે ઉકેલવા મુખ્યમંત્રીએ આદેશો કર્યા હતા.
આ પૂર્વે મુખ્યમંત્રી નિવાસસ્થાને પાણી પુરવઠા મંત્રીએ પણ સીએમ સાથે બેઠક યોજી હતી. જેમાં તેઓએ સૌની યોજના અંતર્ગત વિવિધ જળાશયોમાં વહેલી તકે પાણી છોડવા સરકાર વિચાર કરે તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ સિવાય જ્યાં સૌની યોજના નથી ત્યાં ટેન્કરથી પાણી પહોંચાડવા સરકારે ધ્યાન દેવું જાઇએ.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY