અમદાવાદ,તા.૨૬
રવી પાકના વાવેતરની મોટાભાગની કામગીરી નવેમ્બરમાં હાથ ધરાતી હોય છે. ત્યારે રાજ્યમાં ઓછા વરસાદથી રવી વાવેતરમાં ઘટાડો નોંધાવા પામ્યો છે. ત્યારે ગુજરાતમાં રવી પાકનું વાવેતર ૪૮થી ૫૦ ટકા સુધી થવાની શક્્યતા ખેડૂતો જણાવી રહ્યા છે. ત્યારે રવી પાકના વાવેતરમાં ૨૫થી ૫૦ ટકાનો ઘટાડો નોંધાયો છે.
સિંચાઇ માટે પાણીની અછતથી વાવેતરમાં ઘટાડો થયો હોવાનું જાણવા મળી રહ્યું છે. સિંચાઇ માટે નર્મદા કેનાલમાં પાણી છોડવામાં આવ્યું છે. ચાલુ વર્ષે અત્યાર સુધી ૭.૮૮ લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર નોંધાયું છે. ગત વર્ષે ૧૩.૬૯ લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું હતું.
ધઉં, બાજરી, મકાઇ, કઠોળ, જીરાના વાવેતરમાં ઘટાડો થયો છે. શાકભાજી અને ઘાસચારાના વાવેતરમાં પણ ઘટાડો નોંધાયો છે. અછતગ્રસ્ત અને ખેડૂતો માટે સરકારે વિશેષ પેકેજ જાહેર કર્યું છે.
મહત્વનું છે કે, રવી વાવેતરને ભારે ગરમીએ અસર કરી હતી. પાકને ઠંડી આબોહવાની આવશ્યક્તા રહે છે. તેથી ગરમ વાતાવરણના કારણે પાક નબળો પડી જાય છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"





