રાજકોટ,તા.૧૨
જસદણ એસટી ડેપોના સ્ટોર ક્લાર્કને ડેપો મેનેજર દ્વારા વારંવાર ખોટી રીતે નોટીસો આપી માનસિક ત્રાસ અપાતો હોવાથી પોતાની જ ઓફિસમાં ફિનાઈલ ગટગટાવી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. બનાવની જાણ થતા અન્ય સ્ટાફે તાત્કાલિક સ્ટોર ક્લાર્કને જસદણની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા બાદ વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. આ બનાવની જાણ થતા જસદણ પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક હોસ્પીટલે દોડી આવ્યો હતો અને દર્દીના ખીચામાંથી મળી આવેલ સ્યુસાઈડ નોટના આધારે દર્દીનું નિવેદન લઈ આગળની કાર્યવાહી આરંભી હતી.
હું છ-સાડા છ વર્ષથી બે ટેબલનું કામ કરું છું. મારાથી જેટલું શક્ય હોય તેટલું કામ કરતો હતો. તેમ છતાં મને ડેપો મેનેજર દ્વારા તેમજ જ્યારે વિભાગીય કચેરીના અધિકારીઓ ઈન્સ્પેકશન વખતે આવે ત્યારે બદલી કરી નાખશું, સસ્પેન્ડ કરી નાખીશું વગેરે ધાકધમકીઓ આપી મને માનસિક ત્રાસ આપી સતત ટોર્ચર કરવામાં આવતો હતો. મારા એકલાથી બંને ટેબલનું કામ થઈ શકતું નથી તેવું વારંવાર જણાવવા છતાં મને માનસિક ટોર્ચર કરવામાં આવતો હતો એટલે મેં ફિનાઈલ પી લીધું છે. જો કે આ બનાવમાં જસદણ એસટી ડેપોના મેનેજર સ્ટોર ક્લાર્કને ખોટીરીતે હેરાન કરવા ખોટા રીપોર્ટ કરી માનસિક ત્રાસ આપતા હોવાથી આ પગલું ભર્યાનું દર્દીએ જણાવ્યું હતું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




