રાજકોટમાં નોટબંધી સમયે ૫ લાખથી વધારે રકમ બેંકખાતામાં ભરનારને આઈટીની નોટિસ

0
11

અમદાવાદ,તા.૧૮
રાજકોટમાં આયકર વિભાગે ૨ હજાર જેટલા લોકોને નોટિસ ફટકારી છે. મળતી માહિતી મુજબ નોટબંધીના સમયે બેંકના ખાતામાં ૫ લાખથી વધુની રોકડ રકમ જમા કરાવી હતી.
૫ લાખથી વધુ રોકડ રકમ જમા કરાવતા આયકર વિભાગે ૨ હજાર જેટલા લોકોને નોટિસ ફટકારી છે. રોકડ રકમની વિગતો જાહેર કરવા માટે આયકર વિભાગે નોટિસ ફટકારીને અલ્ટીમેટમ આપ્યું છે.
આપને જણાવી દઇએ કે, સરકાર દ્વારા નોટબંધી જાહેર કરવામાં આવી ત્યારબાદ કેટલાક લોકોએ પોતાના એકાઉન્ટમાં ૫ લાખથી વધારેની રોકડ જમા કરવી હોવાનું આયકર વિભાગને ધ્યાને આવ્યું હતું. આયકર વિભાગને ધ્યાને આવતે તાજેતરમાં સૌરાષ્ટ્રના રાજકોટ જિલ્લાના આશરે ૨૦૦૦ લોકોને ગતરોજ આયકર વિભાગે નોટીસ ફટકારી છે.
આ નોટિસમાં આયકર વિભાગે જણાવ્યું છે કે, નોટબંધી સમયે ૫ લાખથી વધારેની રકમ આવી કઇ રીતે તે અંગે જે-તે લાગતા વળગતા લોકોને ખુલાસો કરવો. ત્યારે હવે આ મુદ્દે જાવું જ રહ્યું કે, રાજકોટના આ ૨૦૦૦ લોકો આયકર વિભાગની નોટિસનો શું જવાબ આપે છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY