રાજકોટ,તા.૧૧
ગુજરાત બીજેપીના કાર્યાલય કમલમ્ ખાતે પણ વલણ જાહેર થતાં સન્નાટો વ્યાપી ગયો હતો. બીજી તરફ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે ઉજવણી કરવામાં આવી હતી.
જેમાં રાજકોટ ખાતે કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે. ૩ રાજ્યોમાં જીતના દાવા સાથે કોંગી કાર્યકર્તાઓ ગેલમાં આવી ગયા છે.
ત્યારે જીતનું જશ્ન મનાવતા કોંગી કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે. સુપ્રીમની ગાઈડ લાઈનનો ભંગ કરતા અટકાયત કરવામાં આવી છે.
દર વખતની ચૂંટણીમાં એવું જાવા મળતું હોય છે કે ચૂંટણી પરિણામો જાહેર થતાં કોંગ્રેસના સ્થાનિકથી લઈને દિલ્હી સુધીના કાર્યાલયોમાં સન્નાટો વ્યાપી જતો હોય છે.
પરંતુ આ વખતે ચૂંટણીમાં જીત મળતી જાતા પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે કાર્યકરો ખૂબ ઉત્સાહમાં જાવા મળ્યા હતા. કાર્યકરોએ અહીં જીતની ઉજવણી પણ કરી હતી. કાર્યકરોએ મીઠાઈ વહેંચી હતી અને ફટાકડા ફોડ્યાં છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



