રાજપીપળા:સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રાજપીપળા પાલિકા દ્વારા શહેરના વિકાસ માટે 2.26 કરોડના જુદા જુદા કામોનું સોમવારે લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો.જેમાં વિજયસિંહ મહારાજા સર્કલ,સૂર્ય દરવાજા ગેટ,વિક્ટોરિયા ગેટ,ભીલ રાજા સર્કલ,હયાત રાજપીપળા નગર પાલિકા બિલ્ડીંગ,લાલ ટાવરનું રીનોવેશન તથા પાલિકા કમ્પાઉન્ડમાં જીમખાનું,રંગ અવધૂત પાસે આવકાર ગેટ,વડિયા જકાતનાકા પાસે આવકાર ગેટ અને રાજપૂત નગર પાસે શૈક્ષણિક દિવાલનો સમાવેશ થાય છે.આ લોકાર્પણ પ્રસંગે ભરૂચ સાંસદ મનસુખ વસાવા, છોટાઉદેપુર સાંસદ રામસિંહ રાઠવા,નાંદોદ ધારાસભ્ય પી.ડી.વસાવા,રાજપીપળા પાલિકા પ્રમુખ અલકેશસિંહ ગોહિલ,જિલ્લા કલેકટર આર.એસ.નિનામાં,જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગાડીયા,સ્વામી સિધેશ્વર દાસજી,વિરચીપ્રસાદજી મહારાજ,ગજેન્દ્રસિંહ જાડેજા,ડો.દર્શનાબેન દેશમુખ,ભારતીબેન તડવી સહિત રાજપીપળા પાલિકાના ચીફ ઓફિસર હેમેન્દ્ર શાહ પાલિકાના સભ્યો અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


ચીફ રીપોર્ટેર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"







