અરુંધતિ ભટ્ટાચાર્ય એસબીઆઈના ભૂતપૂર્વ ચેરમેન છે અરુંધતિ ભટ્ટાચાર્યને રિલાયન્સ બોર્ડમાં સ્વતંત્ર અધિક નિર્દેશ તરીકે સ્થાન મળ્યું

0
11

મુંબઈ,તા.૧૯
સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના ભૂતપૂર્વ ચેરપર્સન અરુંધતિ ભટ્ટાચાર્યને રિલાયન્સ ઈન્ડસ્ટ્રી બોર્ડમાં સ્વતંત્ર અધિક નિદેશક તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. મુકેશ અંબાણીના નેતૃત્વવાળી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીમાં અરુંધતિ રોયને ૧૭ ઓક્ટોબરે સામેલ કરવામાં આવ્યા છે અને તેઓ પાંચ વર્ષ સુધી રિલાયન્સના બોર્ડમાં રહેશે. રિલાયન્સે ૧૮ ઓક્ટોબરે શેરબજારના નિયામકને આની માહિતી આપી છે.
મહત્વપૂર્ણ છે કે થોડા દિવસો પહેલા જ અરુંધતિ ભટ્ટાચાર્યને ખાનગી ક્ષેત્રની આંતરરાષ્ટ્રીય ઇક્વિટી કંપની ક્રિસકેપિટલ એડવાઈઝર્સ એલએલપીના સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. અરુંધતિ ભટ્ટાચાર્ય ભારતની સૌથી મોટી સરકારી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં ૧૯૭૭માં પ્રોબેશનરી ઓફિસર તરીકે સામેલ થયા હતા અને ૨૦૧૩માં તેઓ એસબીઆઈનું નેતૃત્વ કરનારા પહેલા મહિલા બન્યા હતા.
અરુંધતિ ભટ્ટાચાર્ય ચાર વર્ષ સુધી એસબીઆઈના પ્રમુખ રહ્યા હતા અને એક્ટોબર-૨૦૧૭માં તેમણે એસબીઆઈના ટોચના પદેથી રાજીનામું આપ્યું હતું. સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના ચાલીસ વર્ષના કાર્યકાળ દરમિયાન અરુંધતિ ભટ્ટાચાર્ય ઘમાં મહત્વના પદો પર રહી ચુક્યા હતા અને બેન્કના પ્રમુખ બનતા પહેલા તેઓ વિદેશી કરન્સી, ટ્રેઝરી, રીટેલ બેન્કિંગ, એચઆર અને ઈન્વેસ્ટમેન્ટ બેન્કિંગ વિભાગોના પ્રમુખ રહી ચુક્યા છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY