નાંદોદના ચિત્રાવાડી ના ખેડૂત ની જમીન 1989 માં ભૂગર્ભ ગટર યોજના માં સંપાદન કરવામાં આવેલી જેમાં કોર્ટ ના આદેશ બાદ પણ વધુ વળતર ના નાણાં ન ચુકવતા આખરે કોર્ટે આ કચેરીનો સમાન જપ્ત કરવા હુકમ કરતા ફફડાટ..
રાજપીપળા: નર્મદા જિલ્લા ના નાંદોદ તાલુકાના ચિત્રાવાડી ગામના ખેડૂત શશીકાંત છીતુભાઇ પટેલ ની જમીન રાજપીપળા ભૂગર્ભ ગટર યોજના માટે 1989 ના વર્ષમાં સંપાદન કરવામાં આવેલી ત્યારે એનો વધુ વળતર બાબતેનો કેસ ચાલતા કોર્ટે આ માટે વધુ વળતર ની રકમ મંજુર કરેલી પરંતુ કાર્યપાલક ઈજનેર,ગુજરાત પાણી પુરવઠા બોર્ડ,રાજપીપળા એ કોર્ટ ના હુકમ મુજબ વધુ વળતર ની રકમ જમા ન કરાવતા અરજદાર શશીકાંત પટેલ તરફે વકીલ કનુભાઈ બી પટેલ દ્વારા એક દરખાસ્ત દાખલ કરાઈ હતી આ દરખાસ્ત ની નોટિસ સામાવાળા ને બજી ગયેલ હતી તેમ છતાં સામાવાળા એ વધુ વળતર ની રકમ જમા ન કરાવતા વકીલ કનુભાઈ પટેલ ની રજુઆત બાદ રાજપીપળા પ્રિન્સીપાલ સિનિયર સિવિલ જજ એસ આઈ તારાણી ની અદાલતે આ બાબત ધ્યાને લઈ સામાવાળા વિરુદ્ધ તેમની જંગમ મિલકત જપ્ત કરી આ રકમ વસુલ કરવા હુકમ કરતા કાયદેસર કાર્યવાહી કરી પાણી પુરવઠા બોર્ડ રાજપીપળા ની કચેરી માંથી કોમ્પ્યુટર નંગ-3 અને પ્રિન્ટર જપ્ત કર્યા હતા .
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






