આરબ ટેકરા પાસે અચાનક લીકેજ થતા દસેક વિસ્તારોમાં પાણીની તકલીફ બાદ તાત્કાલિક રીપેર બાદ રાહત
રાજપીપળા: રાજપીપળા શહેર માં આમ તો ઠેર ઠેર પાણીના બોર બન્યા બાદ ઘણી રાહત છે ત્યારે આખા ઉનાળામાં પણ કોઈ ખાસ પાણીની તકલીફ સર્જાઈ નથી પરંતુ હાલ આરબ ટેકરા પાસે ની પાણીની લાઈનમાં લીકેજ થતા આસપાસ ના દસેક વિસ્તારો માં પાણી ની સમસ્યા ઉભી થયા સ્થાનિકો દ્વાર આ માટે રજુઆત થતાંજ પાલિકા પ્રમુખ જિગીષાબેન ભટ્ટે પાલિકા ની વોટર વર્ક્સ ની ટિમ ને તાત્કાલિક આ સમસ્યા દૂર કરી રિપોર્ટ કરવા સૂચના આપતા આ સમસ્યા તાત્કાલિક દૂર કરવામાં આવી હતી ત્યાર બાદ તમામ વસ્તારોમાં પાણીની તકલીફ માં રાહત થઈ હતી પાલિકા પ્રમુખે સુકાન સંભાળતાજ આવેલી તમામ સમસ્યાઓ અને જરૂરી કામો પર ખાસ ધ્યાન રાખી હાલ તમામ ટિમો ને કામે લગાડતા રાજપીપળા શહેર ના લોકો માં કોઈ ખાસ મોટી તકલીફ ની બૂમ સંભળાતી નથી
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"








