રાજપીપળામાં બનેલું અતિથિ ગૃહ લોકાર્પણ પેહલાજ વિવાદમાં

0
32

જમીનના મૂળ માલિકે વળતર ન મળ્યું હોવાનું કારણ આગળ ધરી આત્મવિલોપનની ચીમકી આપી

રાજપીપળા ખાતે 6.77 કરોડના ખર્ચે બનેલ અતિથિ ગૃહનું આજે (30મી ઓક્ટોબરે)ડેપ્યુટી સીએમ નીતિન પટેલ લોકાર્પણ કરશે,એ જ દિવસે જમીનના માલિકે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારતા તંત્રમાં ખળભળાટ.

રાજપીપળા:ગુજરાત રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા રાજપીપળા ખાતે 6.77 કરોડના ખર્ચે અતિથિ ગૃહનું નિર્માણ કરાયું છે.જેનું લોકાર્પણ ગુજરાતના ડેપ્યુટી સીએમ નીતિન પટેલ ભરૂચ સાંસદ મનસુખ વસાવા અને છોટાઉદેપુર સાંસદ રામસિંહ રાઠવા સહિત અન્ય અધિકારીઓની ઉપસ્થિતિમાં આજે(30 મી ઓક્ટોબરે) કરવાના છે.એ લોકાર્પણ થાય એ પેહલા જ વિવાદ પેદા થયો છે.જે જગ્યાએ આ અતિથિ ગૃહ બન્યું એ જગ્યાના મૂળ માલિકે વળતર ન મળ્યું હોવાનું કારણ આગળ ધરી પરિવાર સાથે આત્મવિલોપનની ચીમકી રાજ્યના ડેપ્યુટી સીએમ નીતિન પટેલને લેખિતમાં કરતા વહીવટીતંત્ર દોડતું થયું છે.

આ જમીનના મૂળ માલિકે પોતાની લેખિત રજુઆતમાં જણાવ્યું છે કે વર્ષ 1982-83 થી સર્વે નંબર 56/1 અને 56/2 વાળી મારી માલિકીની જમીનમાં સરકારી રેસ્ટ હાઉસ બાંધવા માટે સર્વે હાથ ધરાયુ હતું.એ બાદ ગત વર્ષે મારી આ જમીન પર સરકારી રેસ્ટ હાઉસ બાંધકામ ચાલુ કરાયું હતું.જે બાંધ કામ હાલ પૂણ પણ થઈ ગયું છે.અમારી આ જમીન પર રેસ્ટ હાઉસ અમારી જાણ બહાર બનાવી દેવાયું છે.આજ દિન સુધી અમને સરકાર દ્વારા કોઈ પણ પ્રકારનું જમીનનું વળતર અપાયું નથી.આ સંપૂર્ણ બાબતે રેવન્યુ સેક્રેટરી અને આર.એન.બી અધિકારીઓ પણ જાણે છે,આ કેસ બાબતે અમે દિલ્હી રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગમાં (ભારત સરકાર)ન્યાય માટે અરજી કરી છે જેની તપાસ હાલ ચાલુ છે.સાથે સાથે આ બાબતે ગુજરાત હાઈકોર્ટમાં કેસ નંબર SCA 9045/15 થી કેસ પણ દાખલ કરેલ છે.જેની 6/12/2018ના રોજ કોર્ટે સુનાવણી હાથ ધરેલ છે.છતાં પણ નર્મદા જિલ્લાનું વહીવટીતંત્ર કાયદાની ઉપરવટ જઈને પોતે જ કાયદાનો ભંગ કરી અમારો સખત વાંધો હોવા છતાં પણ અમારી માલિકીની જગ્યાએ રેસ્ટ હાઉસ બનાવ્યું છે.જો અમને આ જમીનનું જંત્રી મુજબનું યોગ્ય વળતર(ન્યાય)નહિ મળે તો હું અને મારું આખું પરિવાર આ રેસ્ટ હાઉસના લોકાર્પણના દિવસે આત્મવિલોપન કરીશું.જેની સંપૂર્ણ જવાબદારી આપની અને નર્મદા જિલ્લા વહીવટીતંત્રની રહેશે.હું અને મારો આખો પરિવાર વર્ષોથી ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડાયેલા છે,તો ભાજપ સરકારના રાજમાં અમારી સાથે આવો અન્યાય થાય એ સારી બાબત ન કહેવાય એમ જણાવી પોતાનું દુઃખ વ્યક્ત કર્યું હતું.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY