સ્ટેચ્યુ ઓફ યુનિટી ના કારણે સુરત મહાનગરપાલિકા ના સફાઈ કામદારો ના રાજપીપળામાં ધામા

0
75

બે દિવસ રાજપીપળા થી સ્ટેચ્યુ જતા માર્ગો ઉપર સુરત અને રાજપીપળા ની ટિમો એ સફાઈ કામગીરી કરી

સુરત થી 45 સફાઈ કામદારો સાથે પાંચ સુપરવાઈઝરો મળી કુલ 50 કર્મચારીઓ દ્વારા રાજપીપળા બાદ હવે સ્ટેચ્યુ પર સફાઈ

રાજપીપળા : 31 મી એ પી એમ મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવવાના છે ત્યારે નર્મદા જિલ્લા વહીવટી તંત્ર એક મહિના થી સતત કામે લાગ્યું છે સાથે હાલમાં છેલ્લા બે દિવસ થી સુરત મહા નગરપાલિકા ની ટીમે પણ રાજપીપળા ખાતે ધામ નાખ્યા છે.

અને રાજપીપળા નગરપાલિકા ના હેમરાજસિંહ રાઠોડ તેમજ એસ આઈ હેમેન્દ્ર માત્રોજા સાથે મળી સુરત અને રાજપીપળા ની ટિમો એ સ્ટેચ્યુ તરફ જતા માર્ગો ઉપર અદ્યતન મશીન સાથે સફાઈ કરી હતી .

જેમાં સુરત ની ટિમ માર્ગો પર થી માટી ખેંચવા માટે નું અદ્યતન સ્વીપર મશીન સાથે સાથે કામે લાગી હતી અને સતત બે દિવસ રાજપીપળા માં દિવસ રાત ની સફાઈ કામગીરી પતાવ્યા બાદ આજે સોમવારે આ ટિમો સ્ટેચ્યુ ખાતે પોહચી ત્યાંની બાજી સાંભળી રહી છે હાલ રાજપીપળા નગરપાલિકા સહીત ના તમામ તંત્ર ના અધિકારીઓ અને કર્મચારીઓ સ્ટેચ્યુ ના કાર્યક્રમ ને સફળ બનાવવા સતત મેહનત કરી રહ્યા છે .

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મોં.નં.9408975050

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY