રાજપીપળા નગરપાલિકા સત્તાધીશો દ્વારા યોગ્ય વહીવટ ન કરાતો હોવાનો કર્મચારી મંડળનો આક્ષેપ

0
15

રાજપીપળા નગરપાલિકા કર્મચારીઓને જુલાઈ 2018નુ પેન્સન અને પગાર ન મળતા કર્મચારી મંડળની ગાંધીચીંધ્યા માર્ગે આંદોલનની ચીમકી.

રાજપીપળા:રાજપીપળા નગરપાલિકા કર્મચારીઓને જુલાઈ 2018નું પેન્સન અને પગાર ન મળતા કર્મચારી મંડળમાં રોષ ફેલાયો છે.સાથે સાથે રાજપીપળા નગરપાલિકા સત્તાધીશોએ સરકારના પરિપત્રની અવગણના કરી મનસ્વી વહીવટ ચલાવતા હોવાનો આક્ષેપ લગાવી જો 10 દિવસમાં આ ચુકવણી નહિ કરે તો ગાંધીચીંધ્યા માર્ગે આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે.

આ માામલે રાજપીપળા નગરપાલિકા કર્મચારી મંંડળના પ્ર્રરમુખ રસિિિક સોલંકીએ પાલિકા પ્રમુખ અને મુખ્ય અધિકારીને લેખિતમાં જણાવ્યું છે કે રાજપીપળા નગરપાલિકાએ હાઇકોર્ટમાં કેસમાં સમાધાન કર્યું હતું.બાદ સરકારે પણ એક પરિપત્ર બહાર પાડી નગરપાલિકાના

કર્મચારીઓને પગાર,પેન્સન દર મહિનાની 1 થી 10 તારીખ સુધીમાં કરવા સૂચન કર્યું હતું.હવે રાજપીપળા નગરપાલિકા સરકારના એ પરિપત્રની અવગણના કરે છે.ગત મહિને નગરપાલિકાની તકલીફ ધ્યાને લઈ અમારા તરફથી કોઈ જ કાર્યવાહી કરાઈ નહોતી.પરંતુ જો આ મહિને 10 તારીખ સુધીમાં પગાર,પેન્સન નહિ મળે તો અમારે ના છૂટકે ગાંધીચીંધ્યા માર્ગે આંદોલન કરી 21//2018થી અચોક્કસ મુદતની હડતાળ પાડશે.અને તે અંગે હાઈકોર્ટમાં કંટેમ્પટ ઓફ કોર્ટની કાર્યવાહી પણ કરવામાં આવશે.તે બાદ જે પણ પરિસ્થિતિનું નિર્માણ થશે એની સઘળી જવાબદારી રાજપીપળા નગરપાલિકાની રહેશે.આગામી દિવસોમા તહેવારો પણ આવે છે સાથે કારમી મોંઘવારીમાં કર્મચારીઓ પીસાઈ રહ્યા છે જેથી આ અંગે યોગ્ય કરવા જણાવાયું હતું.

જોકે પાલિકા પ્રમુખ જિગીષાબેન ભટ્ટ ના જણાવ્યા મુજબ પગાર માટે ગ્રાન્ટ ના પ્રયાસો ચાલુ છે માટે જેમ બને તેમ વહેલીતકે પગાર થાય એવા પ્રયત્નો અમે કરી રહ્યા છે આ માટે મારે ચીફ ઓફિસર સાથે પણ ચર્ચા થઈ છે .

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

જંગ એ ગુજરાત અખબાર
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂
—

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY