માધવન અવકાશ વિજ્ઞાનીનું પાત્ર ભજવશે

0
5

મુંબઈ,તા.૩૦
અભિનેતા આર માધવન સાઉથના અવકાશ વિજ્ઞાની નામ્બી નારાયણની બાયો ફિલ્મમાં મુખ્ય રોલ કરશે એવી જાણકારી મલી હતી. રોકેટ્રી ઃ ધ નામ્બી ઇફેક્ટ નામની આ ફિલ્મ અભિનેતા ફિલ્મ સર્જક અનંત મહાદેવન બનાવી રહ્યા છે . જા કે હાલ પૂર્વતૈયારી ચાલી રહી છે. આ ફિલ્મ ત્રણ જુદી જુદી ભાષામાં બનશે એવું મિડિયાને જણાવવામાં આવ્યું હતું.
માધવને કહ્યું કે નામ્બી નારાયણ પોતાની જાતે રોકેટ બનાવી શકતા હતા. એમનો રોલ કરવા માટે મેં પણ રોકેટ બનાવવાની ટ્રીક શીખી લીધી હતી. છેલ્લાં બે વર્ષથી હું અને અનંત આ પ્રોજેક્ટની પાછળ પડયા હતા અને હવે હું તેમજ અનંત પણ જરૃર પડયે રાકેટ બનાવી શકીએ છીએ. આ પ્રોજેક્ટમાં અમે બંને એટલા બીઝી હતા કે મારા પરિવારને પણ હું બહુ ઓછો સમય આપી શકતો હતો.
અગાઉ આ બંનેએ ૧૯૯૭માં ટેલિવિઝન માટે ઘરજમાઇ સિરિયલ બનાવી હતી જે હિટ નીવડી હતી. ત્યારથી બંને વચ્ચે સારા સંબંધો છે અને હવે બંનેએ નામ્બી નારાયણ ફિલ્મ માટે હાથ મિલાવ્યા છે. માધવને કહ્યું કે દેશના અનસંગ હીરોઝમાં નારાયણનું નામ પણ મૂકાવું જાઇએ. અમે આ ભૂલાઇ રહેલા અવકાશ યાત્રીથી ટીનેજર્સને પરિચિત કરાવવા ધારીએ છીએ. અનંતે નારાયણના જીવન વિશે ઘણું સંશોધન કર્યું છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY