નર્મદા એલ સી બી ના પી એસ આઈ મહંત ને મળેલી બાતમીના આધારે ઘરના ઓટલા પર આંકડા લખતા બે આંકડિયાઓ ને ઝડપી પૂછતાછ કરતા સરફરાઝ મલેક નું મુખ્ય નામ ખુલતા એને પકડવા તજવીજ હાથ ધરી
રાજપીપલા: નર્મદા જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડિયા દ્વારા જિલ્લા માં દારૂ જુગાર ની બદી ને દૂર કરવા પોલીસ સતત વોચ માં રહે છે ત્યારે નર્મદા એલ સી બી ના પી એસ આઈ એ ડી મહંત અને તેમની ટિમ ટાઉનમાં પેટ્રોલિંગ માં હતી ત્યારે બાતમી મળતા કસ્બાવાડ માં રહેતા સરફરાઝ ઉર્ફે સફફુ ગની મલેક પોતાના માણશો દ્વારા ઘરના ઓટલા પર ગેરકાયદેસર આંકડા લખાવે છે જેથી ટીમે ત્યાં રેડ કરતા આમિર દિલાવર મલેક અને કાલું અબ્બાસ મલેક ને 11,૦૭૦ રોકડા અને અન્ય સામાન મળી કુલ રૂપિયા 12,300/- ના મુદ્દામાલ સાથે ઝડપી પૂછપરછ કરતા આંકડા નું વલણ સરફરાઝ ગની મલેક નું લેતા હોવાનું આ બંને એ જણવ્યું હતું એલ સી બી એ હાલ અમીર મલેક અને કાલુ મલેક ને ઝડપી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે અને આંકડા ના મુખ્ય સૂત્રધાર સરફરાઝ મલેક ને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મોં.ન.9408975050
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"