“સ્વરો સે રંગ સાધના “

0
33

ભગવાનશ્રી રંગાવધૂત બાપજીના અર્ધશાતબ્દી નિર્વાણ વર્ષ તથા પ.પૂ. બાપજીનાં વરદ હસ્તે પ્રસ્થાપિત શ્રી દત્ત ભગવાનના ૬૫ માં પાટોત્સવ નિમિત્તે પ.પૂ.બાપજી રચિત શ્રી અવધૂતી આનંદના ભજનોનું રસપાન કરવાનો સંકલ્પ “સ્વરો સે રંગ સાધના ” ના માધ્યમ  દ્વારા શ્રી દત્તોપાસક પરિવાર ભરૂચના ઉત્સાહી ભક્તોએ સેવ્યો છે.”અવધુતી આનંદ એ પૂ.બાપજી એ વહેચેલો નહીં, પણ લુટાવેલો આનંદ છે.” આ અવધુતી મસ્તીનો આનંદ લુંટવા આપને ભાવભર્યું નિમંત્રણ છે.
અવધૂત પરિવારના ખ્યાતનામ ગાયકો સર્વ શ્રી મુકુંદભાઈ ભટ્ટ , શ્રી ભરતભાઈ મહંત ,શ્રી પંકજભાઈ દવે,શ્રી વિપુલભાઈ ત્રિવેદી ,શ્રી સુરેશભાઈ દેસાઈ ,શ્રી બિરજુભાઈ કંથારિયા , શ્રી ભાવિકભાઈ સોની, શ્રીમતી નીતીબેન સોની તથા શ્રુતિ સોની . પોતાની આગવી શૈલીમાં આપ સૌને ભજનોની રસલ્હાણ કરાવશે.તબલા વાદક શ્રી રંગ દત્ત મહંત,શ્રી બકુલ સોની,શ્રી જૈમિન આચાર્ય શ્રી મિનેશ ચૌહાણ ,શ્રી અમરીશ ઓઝા કી બોર્ડ ની સુુુરાવલીઓ છેડશે

કાર્યક્રમ ની રૂપરેખા:   તા.૨૨-૦૬-૨૦૧૮ ને શુક્રવાર (પાટોત્સવ દિન ) સ્થળઃ શ્રી દત્ત મંદિર , નવાડેરા,ભરૂચ.     *સવારે ૫-૦૦ કલાકે પ્રભાત ફેરી * ૬-૦૦ કલાકે મંગળા આરતી * સવારે ૯-૦૦ કલાકે પૂજ્યશ્રી ની પાદુકાજીનું  પૂજન * સવારે ૧૦-૦૦ કલાકે ધ્વજારોહણ * બપોરે ૧૨-૦૦ કલાકે તકતીનું અનાવરણ :- શ્રી મુકુંદભાઈ ભટ્ટ તથા શ્રી ભાર્ગવ સમસ્ત પંચ ટ્રસ્ટ ના પ્રમુખશ્રી રવીન્દ્રભાઇ  હિન્ડીયા દ્વારા કરવામાં આવશે. * બપોરે૧૨-૩૦ કલાકે મહાપ્રસાદ*
તા.૨૨-૦૬-૨૦૧૮ ને શુક્રવાર થી તા.૨૫-૦૬-૨૦૧૮ ને સોમવાર.
સ્થળઃ શ્રી દશા મોઢ વણિક પંચ ની વાડી, લલ્લુભાઈ ચકલા ભરૂચ.
તા.૨૨-૦૬-૨૦૧૮  બપોરે ૨-૦૦ કલાકે મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય
: સ્વરો સે રંગ સાધના સમય:
બપોરે ૨-૦૦ થી ૪-૩૦ કલાકે સ્વોરે સે રંગ સાધના
બપોરે ૪-૩૦ થી ૫-૦૦ કલાકે વિરામ
સાંજે ૫-૦૦ થી ૮-૦૦ કલાકે સ્વરો સે રંગ સાધના
રાત્રે ૮-૦૦ થી ૯-૦૦  મહાપ્રસાદ
રાત્રે ૯-૦૦ થી ૧૧-૩૦ કલાકે સ્વરો સે રંગ સાધના
રંગાનુરાગી
શ્રી દત્તોપાસક પરિવાર, ભરૂચ

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY