સિક્યુરિટી એજન્સી અને સ્ટાફ બદલાયો : માર્કેટના વહીવટ બિલ્ડરો પાસે યથાવત
સુરત, તા. ૧૬
રાધાકૃષ્ણ ટેક્ષટાઈલ માર્કેટમાં સિક્યુરિટી ગાર્ડ દ્વારા જ ડુપ્લિકેટ ચાવીથી રવિવારે રજાના દિવસે દુકાનનું શટર ખોલી સેîકડો દુકાનોમાંથી છેલ્લા ઘણા મહિનાઅોમાં કરોડો રૂપિયાની ચોરી કરવામાં આવી હતી. આ સમગ્ર ઘટનાનો પર્દાફાશ થતા છેલ્લા ૬ દિવસથી માર્કેટ બંધ રહી હતી. જે આજે સવારથી શાંતિપૂર્વક વાતાવરણમાં શરૂ થઈ છે.
આરકેટી માર્કેટમાંથી ચોરીની ઘટના સંદર્ભે પીડિત દુકાનદારો અને વ્યાપારીઅોમાં ભારે રોષ જાવા મળતા છેલ્લા ૬ દિવસથી માર્કેટ સંપૂર્ણ બંધ રહી હતી. ગતરોજ મંગળવારે પીડિત વ્યાપારીઅો દ્વારા મુખ્યમંત્રીને રૂબરૂ મળી રજૂઆત કરવામાં આવી હતી. મુખ્યમંત્રી દ્વારા સમગ્ર ઘટનાની જાણકારી મેળવી ડીજીપી શિવાનંદ ઝા અને સુરત પોલીસ કમિશનર સતિષ શર્માને જરૂરી નિર્દેશ આપ્યા હતા. પોલીસ દ્વારા તપાસ કામગીરી, આરોપીની ધરપકડ, ચોરીનો મુદદામાલ રીકવરની કામગીરીની ઝડપી બનાવવાની સાથે મુખ્યમંત્રી દ્વારા સમગ્ર ઘટનાનું મોનીટરિંગ કરવાની ખાતરી આપી હતી. તે ઉપરાંત આરકેટી માર્કેટના બિલ્ડર ધરમ પટેલ દ્વારા સિક્યુરિટી એજન્સી અને સિક્યુરિટી ગાર્ડ બદલી નાખતા આજથી આરકેટી માર્કેટ રાબેતા મુજબ શરૂ થઇ છે. માર્કેટનો મેનેજમેન્ટ હજી પણ બિલ્ડર ધરમ પટેલ પાસે જ છે. એક સપ્તાહ બાદ દુકાનો ખુલતા વ્યાપારીઅો દારા માલ સ્ટોક મેળવી વ્યાપાર શરૂ કર્યો છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



