ધોની ૨૦૧૯ના વર્લ્ડકપમાં બેટિંગ સાથે અદ્દભૂત દેખાવ કરી ભારતને ચેમ્પિયન બનાવશે…!!?

0
28

ભારતને સૌપ્રથમ ટી-ટ્‌વેન્ટી વર્લ્ડ કપ અપાવનાર અને બીજી વાર વન-ડૅ વિશ્ર્વકપ જીતાડી આપનાર મહેન્દ્ર સિંહ ધોનીનાં વળતાં પાણી થયાં છે. હજી થોડા સમય પહેલાં માહીના નામે જાણીતો ધોની ઉપડ્યો ઉપડતો નહોતો. બધે જ એના નામની વાહવાહી હતી. સમયનું ચક્ર ફર્યું…તેને જે દિગ્ગજા સાથેની ટીમ વારસામાં મળી હતી એમાંથી દિગ્ગજા વિદાય થયા. ધોનીના વ્યકિતગત તેમ જ ભારતીય ટીમના દેખાવમાં ઓટ આવી. છેલ્લા થોડા સમયથી તો બૅટ્‌સમેન ધોની તો તેના ભૂતકાળનો પડછાયો પણ નથી લાગતો. સરવાળે સિલેક્ટરોએ માહીને ટી-ટ્‌વેન્ટીની ટીમમાંથી પડતો મૂકવાની જાહેરાત કરી દીધી.
સાવ આચકો લાગે એવા આ સમાચાર તો નથી જ. આમેય ભારતીય ટીમ વતી રમતા ધોનીનો રેકાર્ડ પ્રેરણાદાયી નથી રહ્યો. એ જ્યારે પણ ચેન્નઇ સુપર કિંગ્સ માટે રમ્યો છે ત્યારે એ બૅટથી સાવ જુદો જ ધોની લાગે છે. એ જલવો ટી-ટ્‌વેન્ટી ઇન્ટરનેશનલ મેચોમાં નથી જાવા મળ્યો. ભારત માટે ૮૦ ટી-ટ્‌વેન્ટી ઇનિંગમાં ૩૭.૧૭ની સરેરાશ અને ૧૨૭.૦૯ના સ્ટ્રાઇક રૅટ સાથે ધોનીએ
આભાર – નિહારીકા રવિયા ૧,૪૮૭ રન બનાવ્યા છે જ્યારે આઇપીએલમાં ૧૫૮ ઇનિંગમાં ૪૦.૧૬ની સરેરાશે ૧૩૮.૨ના સ્ટ્રાઇક રૅટ સાથે માહીએ ૪,૦૧૬ રન બનાવ્યા છે. ધોનીનો ભારત માટે રમતી વખતેનો સ્ટ્રાઇક રૅટ આમેય ઘણા સમયથી કંગાળ રહ્યો છે. અલબત્ત, ઊડીને આંખે વળગતી બાબત આ આંકડાઓમાં છે તો એ છે તેણે ફટકારેલી અર્ધસદીઓ. ધોનીએ આંતરરાષ્ટ્રીય મેચોમાં માત્ર બે જ ફિફ્ટી ફટકારી છે જ્યારે આઇપીએલમાં એ આંક ૧૮નો થાય છે. આમ ટીમ ઈન્ડિયા માટે ધોની બૅટ્‌સમેન તરીકે ટી-ટ્‌વેન્ટીમાં કોઇ મોટી અસ્કીયતામત નથી બની શકિયો. આવામાં સિલેક્ટરો પાસે તેને પૂરતી તકો આપ્યા પછી યુવાઓને તક આપવા સિવાય કોઇ વિકલ્પ બાકી નથી રહ્યો. એમાંય વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રણમાંની બે વન-ડૅમાં તે બૅટિંગમાં ઊતર્યો ત્યારે તેના બૅટ સાથેના સંઘર્ષને જાતા પસંદગીકારોએ તેને ટી-ટ્‌વેન્ટી ટીમમાંથી ડ્રાપ કર્યો.
૨૦૨૦માં ટી-ટ્‌વેન્ટીનો વર્લ્ડ કપ છે અને એના માટે ભારતે કોઇ યોગ્ય વિકેટ-કીપર બૅટ્‌સમેન શોધવો પડશે. બીજું ધોની ત્યાર સુધી ભારતીય ટીમ માટે રમશે કે નહીં એ પણ એક પ્રશ્ર્‌ન છે. ધોની ૨૦૧૯નો વન-ડૅ વિશ્ર્વકપ રમવા માગે છે. અત્યારનું તેનું બૅટિંગ ફાર્મ જાતા તેને એ મોકો મળશે કે નહીં એય એક પ્રશ્ર્‌ન છે. વર્લ્ડ કપ પહેલાં અત્યારની શ્રેણીને બાદ કરતાં દસ જ વન-ડૅ છે. પાંચ આૅસ્ટ્રેલિયા અને પાંચ ન્યૂ ઝીલૅન્ડ સામેની આૅડીઆઇ સિવાય ધોનીના બૅટિંગ સાથેના ફાર્મની કસોટી થઇ શકે એમ નથી. ભારતને મિડલ-આૅર્ડર બૅટિંગની સમસ્યા સતાવે છે. આવામાં જા બૅટ્‌સમેન તરીકે ધોની માથે પડવાનો હોય તો એ વર્લ્ડ કપમાં તો ન જ પાલવે. હા, વિકેટ-કીપર તરીકે માહી વિન્ટેજ વાઇનની જેમ ખીલતો જાય છે. વિન્ડીઝ સામેની ત્રીજી વન-ડૅમાં તેણે લીધેલા બે કેચ અને એક સ્ટમ્પિંગઆના પુરાવા છે…પણ બૅટિંગનું શું?
જા ધોની ટી-ટ્‌વેન્ટી રમવાને સમર્થ નથી એવું સિલેક્ટરોને લાગે છે તો પછી એ ઓડીઆઇ ટીમમાં સ્થાન મેળવી શકશે એવું એમને કઇ રીતે લાગે છે? વર્લ્ડ કપ પહેલાં માહીને વધુ મેચ રમવા મળવાની નથી. રણજી ટ્રોફી પહેલી નવેમ્બરથી શરૂ થાય છે. ધોનીનો ઇતિહાસ જાતા એ એમાં રમે એવુંય નથી લાગતું. કપિલ દેવની જેમ ધોની ભારતીય પસંદગીકારો માટે માથાનો દુઃખાવો ન બની જાય તો સારું. અલબત્ત, ધોનીની ફિતરત જાતા તો એવું નથી લાગતું. તેણે ટેસ્ટમાંથી ઓચિંતિ નિવૃત્તિ જાહેર કરી હતી અને હવે એ વન-ડૅમાંથી પણ અચાનક રિટાયરમેન્ટ જાહેર કરે તો નવાઇ નહીં. રાંચીની લોકસભા બેઠક પરથી ભાજપની ટિકિટ પર ધોની ચૂંટણી લડશે એવી અટકળોએ પણ જાર પકડ્યું છે. આવામાં માહી કોઇ શાક આપી શકે ખરો. મજા તો ત્યારે આવે જ્યારે ૨૦૧૧ની ફાઇનલની જેમ એમએસડી ૨૦૧૯માં બૅટ સાથે અદ્ભુત દેખાવ કરીને ભારતને ફરી વર્લ્ડ ચેમ્પિયન બનાવે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY