ઝઘડિયા તાલુકાના ઉમલ્લા ખાતે રંગ મંદિરના પટાંગણમાં રંગ અવધૂત મહારાજની ૫૦ મી પુણ્યતિથિ નિમિતે વિવિધ ધાર્મિક કાર્યક્રમો નું આયોજન કરાયું હતું.
આ અવસરે ગોવિંદભાઈ ઉપાધ્યાય રચિત સપત્સતી પદ્ય રચના ના સમૂહ પારાયણ માં ભક્તો જોડાયા હતાં.બીજા દિવસે સવારે શ્રી રંગ પાદુકા સમૂહ પૂંજન કર્મનિષ્ઠ આચાર્ય સર્વ દમન ભાઈ નેજા હેઠળ ભક્તિ ભર્યા માહોલમાં કરવામાં આવ્યું હતું.દત્તબાવની ના બાવન સમૂહપાઠ સંગીતમય શાસ્ત્રીય લઢણ માં યોજવામાં આવ્યા હતા.સમૂહ આરતી ધૂન નું ગાન,મહાપ્રસાદ ગ્રહણ કરીને ભક્તો એ ધન્યતા અનુભવી હતી.
રાત્રીના સમયે અવધૂતજી ના જાય જયકાર સાથે નીકળેલી શોભાયાત્રા ટ્રસ્ટીઓ બિપીન પટેલ, બીજીત પટેલ ના નેજા હેઠળ યોજવામાં આવી હતી.રાજપીપળાના રંગ પ્રસાદ પાઠક ,નારેશ્વર ધામના ટ્રસ્ટીઓ યોગેશ વ્યાસ, વાસંતી નાયક , ડો. નૃપત સિંહ પરમાર , પ્રવિણ ઠક્કર ,કિરીટ પાઠક, સુગર તેમજ ડેરીના ચેરમેન ઘનશ્યામ પટેલ સહિતના મહેમાનો હાજર રહ્યા હતાં.
રિપોર્ટર : અંકિતાબેન, રાજપારડી
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





