રાપર નગર પાલિકા નાં ટાઉન હોલ ખાતે આજે રાષ્ટ્રટીય દલિત અધિકાર મંચ દ્વારા આજે મંડળી નાં ખેડુતો ને અપાયેલ જમીન બાબતે ખાસ સન્માન સત્કાર નો કાર્યક્રમ યોજાયો હતો જેમાં સહયોગ આપનાર કર્મચારીઓ અધિકારીઓ પદ અધિકારીઓ તેમજ મંડળીનાં સભા સદો નું સન્માન કરાયું હતુ જેમાં નાયબ મામલતદાર રાપર, પી.આઇ.રાઠોડ,એકલ નારી શક્તિ મંચ નાં ગોમતીબેન,હંસાબેન, ઠાકોર સૈના નાં હરેશ ઠાકોર,મુસ્લિમ સમાજ નાં ધર્મ ગુરુ સૈયદ અનવરશા બાપુ નું વિશેષ સન્માન કરાયું હતુ અને મંડળી ની જમીન અપાવનાર જે લોકો એ સહયોગ આપ્યો હતો તે.લોકો નું ટાઉન હોલ ખાતે મંડળી નાં સભાસદો દ્વારા જાહેર સન્માન કરાયું હતુ જેમાં જીગ્નેંશ મેવાની નું વિશેષ સન્માન કરાયું હતુ તો દલિત સમાજ માં સંગઠનોને આડકતરી રીતે ઈશારો કરીને કહ્યુ હતુ કે સમાજની એકતા જાળવી સમાજ લક્ષી કાર્ય કરો તો સમાજનો ઉદ્ધાર કરી શકાશે ત્યાર બાદ જીગ્નેંશ મેવાણી એ સાંજે રાપર સરકારી હોસ્પિટલ સહયોગ આરોગ્ય કેન્દ્ર ની મુલાકાત લીધી હતી અને ખૂટતી કડી ઓ ઉપર ચિંતા વ્યકત કરી હતી જેમાં બ્લડ બેન્ક અને અધિકારીનાં રૂમ ને તાળા લાગેલા હતાં અને હાજર કોઈ કાયમી ડૉક્ટર જોવા મળ્યા નાં હતાં અત્રે ઉલ્લેખનીય છે કે રાપર સામુહિક આરોગ્ય કેન્દ્ર માં કોઈ કાયમી ડૉક્ટર નથી માત્ર અઠવાડિયા પુરતા પ્રેક્ટિસ કરવા બાહર થી ડોક્ટરો આવે છે તો આજે કોઈ કાયમી ડૉક્ટર હાજર નાં મળતાં જોકે બાહર થી આવેલ ઍક માત્ર ડૉક્ટર હાજર હતાં ત્યારે મેવાણી એ જણાવ્યું હતુ કે ૧૦૦ કિલ્લો મીટર ઉપર રાપર તાલુકા નાં ગામડાઓ દુર સુધી પથરાયેલા છે અને જો વડા મથક ખાતેજ આવી અસુવિધા હોય તો લોકોને કેટલી મુશ્કેલી વેઠવી પડે અને ગાઈનોલોજીસ્ટ ડૉક્ટર છે નહીં જેનાં કારણે મહિલાઓ ને ડિલિવરી કરાવા ખાનગી હોસ્પિટલ માં જવું પડે છે તો થોડા સમય પહેલા હોસ્પિટલ ની બહારજ ડીલીવરી થઈ ગઇ હતી જેનાં કારણે પોતાને હોસ્પિટલ ની મુલાકાત લેવા ની ફરજ પડી તેવું મેવાણી એ જણાવ્યું હતુ અને સાંજ નાં ૬ વાગ્યે જો કોઈ હાજર ન મળે તો આખો દીવસ અને રાત્રે આવતાં દર્દીઓ ની હાલત કેવી થાતી હશે તેવી ચિંતા વ્યક્ત કરી હતી રાપર નો પ્રવાસ પૂરો કરી ને મોડી સાંજે ગાંધીધામ જવા નીકળ્યા હતાં
રિપોર્ટ કચ્છ : બિમલ માંકડ 78746 35092
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"





