ત્રણેય રથોનું પૂજન કરાયું

0
95

અમદાવાદ, તા.૧૩
લાખો શ્રદ્ધાળુઓ જેની ઉત્સુકતાપૂર્વક રાહ જાઇ રહ્યા હતા તે ભગવાન જગન્નાથજીની ૧૪૧મી રયયાત્રા આવતીકાલે શનિવારના દિવસે ભારે હર્ષોલ્લાસ અને ભકિતભાવ વચ્ચે નીકળશે. આ વખતે રથયાત્રામાં સૌપ્રથમવાર ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં ભારતીય અખાડા પરિષદના મોટા સંતો-મહંતો અને કુંભમેળાના સાધુ-સંતો હાજરી આપનાર છે. જે બહુ નોંધનીય વાત છે. આ વર્ષે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઇ બલરામ માટે બનારસ, વૃંદાવન સહિતના પવિત્ર સ્થળોએથી સુંદર અંલકારિક વ†ો, પાઘડી અને તેને અનુરૂપ વાઘા-વ†ો અને સાજ શણગાર તૈયાર કરાયા છે. રથયાત્રાની સાથે સાથે નીચે મુજબ છે.
ત્રણેય રથોનું વિધિવત્‌ પૂજન કરાયું
ભગવાન જગન્નાથજી મંદિર, બહેન સુભદ્રાજી અને ભાઇ બલરામના ત્રણેય રથોનું આજે વૈદિક મંત્રોચ્ચાર અને શા†ોક્ત વિધિ સાથે વિધિવત્‌ પૂજન કરવામાં આવ્યું હતું. રથોની પૂજામાં હનુમાનજી દાદાને ખાસ આહ્વવાહન આપવામાં આવ્યું હતું. ઉપરાંત, તમામ દેવી-દેવતાઓને ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં જાડાવા હૃદયપૂર્વક આમંત્રણ આપવામાં આવ્યું હતું.
રૂપાણી અને નીતિન પટેલ મંદિરમાં પહોંચ્યા
ભગવાનના ત્રણેય રથોના પૂજન બાદ શાંતિ સમિતિના સભ્યોએ ચાર વાગ્યે મંદિરની મુલાકાત લઇ મહંત દિલીપદાસજી મહારાજ અને ટ્રસ્ટી મહેન્દ્ર ઝાને રથયાત્રાની શુભેચ્છા પાઠવી હતી. એ પછી સાંજે ૬-૦૦ વાગ્યે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબમુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે મંદિરમાં મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી ભગવાનના પરંપરાગત પ્રસાદ ખીચડી-પ્રસાદની સામગ્રી કોળા,ગવારફળીનું શાક અને ચોખા-દાળ વગેરે લઇને પધાર્યા હતા. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી દ્વારા વિશેષ પૂજા-આરતી કરી હતી. ત્યારબાદ રાત્રે ૮-૦૦ વાગ્યે મહાઆરતીનું આયોજન કરાયું હતું. જેમાં રાજયના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, મહેસૂમંત્રી કૌશિક પટેલ, કૃષિમંત્રી આર.સી.ફળદુ, ગૃહ રાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને દસ્ક્રોઇના ધારાસભ્ય બાબુ જમનાદાસ પટેલ અતિથિવિશેષ પદે હાજર રહ્યા હતા.

(સંપૂર્ણ સમાચાર સેવા)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY