રિક્ષાચાલકની હત્યાનો કેસ ૧૩ વર્ષ બાદ ઉકેલાયો, ૩ની ધરપકડ

0
19

સુરત,
રાંદેર વિસ્તારમાં ૨૦૦૫ના વર્ષમાં રિક્ષા ચાલકની હત્યા કર્યા બાદ ૧૩ વર્ષથી નાસતા ફરતા ૩ને ક્રાઇમ બ્રાંચની ટીમે બાતમીના આધારે અડાજણ બમ્બાગેટ પાસે, ભગવતીનગર, સાંઇ મંદિર બસ સ્ટેશન પાસેથી પકડી પાડ્યા હતા. જે ત્રણેય ૧૩ વર્ષ સુધી સુરતમાં જ રહેતા હતા પણ પોલીસ તેને શોધી શકતી ન હતી. આખરે ૧૩ વર્ષે ત્રણેય પકડાયા હતા.
ગઈ તા. ૨૬-૧-૨૦૦૫ના રોજ રાત્રે પોણા બે વાગ્યે એલ.પી, સવાણી સ્કૂલથી અડાજણ ગામ તરફ જતા નવા રોડ પર રિક્ષા નં. જીજે-૦૫-એક્સએક્સ-૨૫૨૭ના ચાલકની પાંચ યુવાનોએ સાથે મળી હત્યા કરી હતી. જે તે વખતે જેમની હત્યા થઈ હતી તેમની ઓળખ થઈ ન હતી. ત્રણેક દિવસ બાદ પોલીસને જાણવા મળ્યું હતું કે આશરફખાન કાદરખાન પઠાણ (ઉ.વ.૨૫, રહેઃ મેનાનગર ઝૂંપડપટ્ટી)ની હત્યા કરાઈ હતી, પણ હત્યા કોણે અને શા માટે કરી? એ મુદ્દે પોલીસ કોઈ નોંધપાત્ર કામગીરી કરી શકી ન હતી.
દરમિયાન ક્રાઇમ બ્રાંચના વિકાસ વિશ્વાસરાવ અને મહેન્દ્રસિંહ જિતુભાને મળેલી બાતમીના આધારેસુખદેવ એકનાથ સૈંદાણે (ઉ.વ.૩૬, રહેઃ એસએણસી આવાસ, પાલનપુર જકાતનાકા), કિરણ પ્રકાશ પટેલ (ઉ.વ.૩૭, રહેઃ શ્રીજીનગરી, ભેંસાણ રોડ, પાણીની ટાંકી પાસે, રાંદેર) અને જિતુ ઉર્ફે કાળુ નારાયણ રાઠોડ (ઉ.વ.૩૩, રહેઃ ધોબીનો ખાંચો, એલ.પી. સવાણી રોડ)ને પકડી પાડ્યા હતા.

(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY