અલ્પેશ ઠાકોરે વિધાનસભામાં સરકાર સામે વિવિધ મુદ્દા પર સવાલ ઉઠાવ્યા

0
173

ગાંધીનગર:
ગુજરાત વિધાનસભામાં બજેટ પરની ચર્ચા દરમિયાન રાધનપુરના કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે સરકારને બજેટને લઈ આડે હાથે લીધા હતા. અલ્પેશ ઠાકોરે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી-નાણા મંત્રી નીતિન પટેલને બેરોજગારી, પગાર વધારા અને ઓબીસી સમાજના બોર્ડ નિગમોમે લઈ આડે હાથે લઈ વેધક સવાલો કર્યા હતા. અંદાજપત્રની ચર્ચામાં ખોલી સરકારની પોલ ખોલી હતી.
અલ્પેશ ઠાકોરે વિધાનસભામાં બોલાવી બઘડાટી બોલાવતા કહ્યું કે ગરીબ, બેરોજગાર, એસસી-એસટીના લોકોને સરકાર ભૂલી ગઈ છે. આંગણવાડી, મધ્યાહ્ન ભોજન યોજનાના કર્મચારીઓ માટે પગાર વઘારો કરાયો નથી. પછાત બોર્ડ-નિગમોમાં માત્ર વહીવટી ખર્ચ આપવામાં આવે છે. વહીવટી ખર્ચનાં બદલે એક હજાર કરોડનો બજેટ ફાળવવા તેમણે માંગ કરી હતી.
બેરોજગારીનો મુદ્દો ઉપસ્થિત કરતા તેમણે જણાવ્યું કે રાજ્યમાં 30 લાખ કરતા વધુ યુવાનો બેરોજગાર છે. સરકારે યુવાનોને રોજગારી આપવા માટે બજેટમાં ચિંતા કરી નથી. સેઝ બનાવાયા તો તેમાં કેટલા યુવાનોને નોકરી આપવામાં આવી તેનો કોઈ ચોક્કસ આંકડો આપવામાં આવ્યો નથી. ઉદ્યોગો, પ્રાઈવેટ સેકટરમાં 85 ટકા ગુજરાતના યુવાનોને રોજગારી મળે તેવી જોગવાઈ કરવા તેમણે માંગ કરી હતી.
ગુજરાતનાં માથે દેવા અંગે તેમણે સવાલ ઉઠાવી કહ્યું કે આવનાર દિવસોમાં ગુજરાતનું દેવું ત્રણ લાખ કરોડને આંબી જશે. ગુજરાતના માથે આટલું બધું દેવું કેવી રીતે થયું?નાણામંત્રી અને મુખ્યમંત્રી જવાબ આપે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY