જો મોડી રાતે રિવરફ્ર્‌ન્ટ પર ઝડપાયાં તો માતા-પિતાને પોલીસ સ્ટેશન આવવું પડશે

0
11

અમદાવાદ,તા.૧૧
જા તમે નવરાત્રીના તહેવાર દરમ્યાન મોડી રાત સુધી બહાર ફરો છો અને રિવરફ્રન્ટ પર બેસવા જશો તો માતા-પિતાને મોડી રાતે પોલીસ સ્ટેશન આવવું પડી શકે છે.
માતા-પિતા પોતાનાં સંતાન ગરબા રમવા માટે ગયાં હોઈ અને મોડે સુધી ગરબા થતા હોય મોડું થાય તેવા વિશ્વાસે તેમને મોકલતા હોય છે, પરંતુ કેટલાંક પ્રેમીયુગલો આનો ફાયદો ઉઠાવી સાબરમતી રિવરફ્રન્ટ પર રાતના અંધારામાં બેસી બીભત્સ હરકતો કરતાં હોય છે, જેના પગલે નવરાત્રીના તહેવાર દરમ્યાન સાબરમતી રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે રિવરફ્રન્ટ પર મોડી રાતે પેટ્રોલિંગ શરૂ કર્યું છે. ગઈ કાલે નવરાત્રીના પહેલા જ દિવસે પોલીસે પાંચ પ્રેમીયુગલોને બીભત્સ હરકત કરતા ઝડપી લીધાં હતાં.
નવરાત્રીના તહેવાર દરમ્યાન મોડી રાત સુધી ગરબા થતા હોવાથી યુવક- યુવતીઓ ઘરની બહાર ફરતાં હોય છે. આવામાં કેટલાક પ્રેમી યુગલો ગરબે ઝૂમવાના બહાને સાબરમતી રિવરફ્રન્ટ પર બેસી રહેતા હોય છે.
મોડી રાત સુધી રિવરફ્રન્ટ પર બેસી અને બીભત્સ હરકતો પણ કરતા હોય છે. ઉપરાંત રિવરફ્રન્ટ પર એકલદોકલ વ્યક્તિને મોડી રાતે લૂંટવાના બનાવો પણ બને છે. જેના પગલે સાબરમતી રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ દ્વારા ગઈકાલથી જ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.
પોલીસે ગઈ કાલે રાતે સાહિત્ય પરિષદ પાસે, આંબેડકરબ્રિજ પાસે સીડી પર અને ઇવેન્ટ સેન્ટર પાસેથી યુવક-યુવતીઓને બીભત્સ હરકત કરતાં ઝડપી પાડ્યા હતા. પોલીસે અલગ અલગ જગ્યાએથી કુલ પાંચ પ્રેમી યુગલોને ઝડપી તેમના માતા-પિતાને જાણ કરી હતી. મોડી રાતે આ રીતે યુવક-યુવતીઓને ઝડપતા પોલીસે તેમના માતા-પિતાને પણ તેમના સંતાનોનું ધ્યાન રહેવા જણાવ્યું હતું. સાબરમતી રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે પ્રેમી યુગલો વિરુદ્ધમાં જીપીએકટ મુજબ ગુનો નોંધી તેમની અટકાયત કરી હતી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY