અેસ.ટી.નિગમ ની ઉઘાડી લુંટ,બે કીલોમીટર નું ભાડું રૂપિયા ચોવીસ !?

0
577

હાલ મા એસ .ટી. નિગમ મા મુસાફરો ની સંખ્યા દિવસે દિવસે ઘટતી જાય છે ,તો બીજી બાજુ એસ.ટી.નિગમ દ્રારા ગ્રાહકો ને લુંટવામા આવે છે એવી ફરીયાદ એક મુસાફરે કરી હતી,
જાણવા મળતી માહીતી મુજબ હળવદ ના એક મુસાફર અમદાવાદ થી હળવદ આવી રહયા હતા ત્યારે તેમને ખબર ન ગતી કે હળવદ ચોકડી ઉતરવા માટે ટીકીટ હળવદ સરા ચોકડી ની લેવી પડશે.
તો તેમણે હળવદ ની ટીકીટ લઈ લીઘી હતી બાદ મા કંન્ડકટર એ જણાવ્યુ કે તમારે હળવદ થી હળવદ સરા ચોકડી ની ટીકીટ અલગ લેવી પડશે ,મુસાફરે ટીકીટ લેવા માટે ની હા પાડી પરંતુ જયારે એ ટીકીટ લીધી ત્યારે તેમા બે કીલોમીટર ના ચોવીસ રૂપિયા માંગતા મુસાફર ચોંકી ઉઠયા હતા.

આ બાબતે વધુ માહીતી માટે મુસાફર વિશાલ જયસ્વાલે જણાવ્યુ હતુ કે તમે વધુ વિગત માટે આ ટીકીટ જોડે રાખી વધુ વિગત મેળવી મુસાફરો જોડે થતો અન્યાય બંઘ કરાવા મદદ રૂપ થાવ,ત્યાર બાદ
રિપોર્ટરે એ છોટાઉદેપુર એસ.ટી.ડેપો ના મેનેજર નો સંપકઁ કરતા તેમણે જણાવ્યુ કે મિનીમમ ભાડુ સોળ રૂપિયા છે પરંતુ ચોવીસ કેમ થયા તે મારી જાણ બહાર છે આમ સંતોષકારક જવાબ આપી શકયા નહતા.

આમ મુસાફરો જોડે થતી ઉઘાડી લુંટ માટે જવાબદાર કોણ? તેવો પ્રશ્ન ઉભો થાય છે,અને બધા મુસાફર આવા ખોટા ભાડા ચુકવવા મજબુર થાય છે.તો તાત્કાલીક ઘોરણે આ ભુલ સુઘારી કાર્યવાહી કરવામા આવે એવી લોક માંગણી ઉઠી છે.

રિપોર્ટર હળવદ
મયુર રાવલ

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY