રાજપીપલાના જાણીતા કાળકા માતાના મંદિર સામે પતિએ પત્નીની હત્યા કરતા ચકચાર
રાજપીપલા:રાજપીપલા ના જાણીતા કાળકા માતાના મંદિર સામે આવેલા મકાનો માં રહેતા ફરિયાદી મહેન્દ્ર જાદવભાઈ વસાવા એ આપેલી ફરિયાદ મુજબ એની માતા સાવિત્રી (52) પર પિતા જાદવ ભીખા વસાવા એ પત્ની ને કોઈ સાથે આડા સંબંધ હોવાનો વહેમ રાખી હાથ લારીના લાકડાના હાથા વડે માથામાં અને અન્ય જગ્યા એ ત્રણ ચાર મોટા સપાટા મારી ગંભીર ઈજાઓ પોહચાડતા તેણીનું સ્થળ પરજ મૃત્યુ નિપજ્યું હતું .
રાજપીપલા પોલીસે પુત્ર ની ફરિયાદ લઇ ગણતરીના સમયમાંજ આરોપી પિતા ને ઝડપી કસ્ટડી ભેગો કર્યો હતો ત્યારે આ બાબતે ટાઉન પી.આઈ. આર એસ તાવીયાડે વધુ તપાસ હાથ ધરી છે.જોકે જાણીતા કાળકા માતાના મંદિર સામેજ હત્યા ની ઘટના બનતા આ વાત વાયુવેગે શહેરમાં ફેલાતા ભારે ચકચાર મચી જવા પામી હતી .
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.ન.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





