સાધુ દુષ્કર્મ કેસ : સમગ્ર ઘટના ઉપજાવી કાઢેલી છે : મંદિરના ટ્રસ્ટીઓએ કહ્યું

0
2

સુરત,તા.૨૫
ડભોલી વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિરના સંત પર લાગેલા દુષ્કર્મના આરોપમાં આજે મંદિરના ટ્રસ્ટીઓ સામે આવ્યાં હતાં. મંદિર તથા સંસ્થાને બદનામ કરવા માટે ષડયંત્ર રચાયું હોવાનો બચાવ કરતાં ટ્રસ્ટીઓએ જણાવ્યું હતું કે, મંદિરમાં એવું કશું જ થયું નથી. પોલીસના સ્વાંગમાં આવેલા ઈસમોએ સ્વામિને માર માર્યો હતો. જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ છે. પોલીસનું આઈકાર્ડ બતાવીને માર માર્યા બાદ સમાધાન કરી લેવા કહ્યું હતું પરંતુ અમે મચક ન આપતાં સમગ્ર મામલે ફરિયાદ નોંધાઈ છે. આ માત્ર રૂપિયા માટેનું ષડયંત્ર હોવાનું ટ્રસ્ટીઓએ વધુમાં ઉમેર્યું હતું.
મંદિરના ટ્રસ્ટીઓએ કારણસ્વરૂપના બચાવમાં કહ્યું હતું કે, સમગ્ર ઘટના ઉપજાવી કાઢેલી છે. એક માણસ પોલીસના સ્વાંગમાં આઈકાર્ડ બતાવીને માર મારવા લાગ્યો હતો. તેની સાથે અન્ય ઈસમો પણ આવ્યા હતાં. યુવતી અને તેની માતાને પણ સાથે લાવ્યા હતાં અને પોલીસના સ્વાંગમાં આવેલા ઈસમે કહ્યું હતું કે, અહિં ખોટા કામ કરો છો અને અહિં રૂમમાં ખોટા કામ થાય છે. જેથી સમાધાન કરી લો નહિંતર બદનામી કરવામાં આવશે. મામલો રફેદફે કરવા માટે રૂપિયાની પણ માંગણી કરવામાં આવી હતી.
મંદિરના ટ્રસ્ટી હરેશ ભગતે જણાવ્યુંહતું કે, સ્વામિ વર્ષ ૨૦૦૯થી સંસ્થા સાથે સંકળાયેલા છે. તેમના પિતા અને ભાઈ નોકરી કરે છે. મંદિરમાં તેમની એવી કોઈ પ્રવૃતિ ધ્યાને આવી નહોતી. સમગ્ર ઘટનાને ખોટું સ્વરૂપ આપવામાં આવ્યું છે. સ્વામિ રસોડું સંભળતા હોવાથી તેઓ મંદિર પરિસરની બહાર આવતાં અન્યથા સંતોના નિવાસ તરફ કોઈ મહિલાને જવાની પરવાનગી નથી. ત્યારે આ સંતને સોફ્ટ ટાર્ગેટ માનીને તેમને ફસાવવામાં આવ્યાં છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY