સેંસેક્સ ફરી ૨૭૩ પોઈન્ટ ઘટી ૩૫૨૧૭ની નીચી સપાટી ઉપર

0
84

મુંબઇ,તા. ૨૭
શેરબજારમાં આજે મંદીનું મોજુ ફરી વળ્યું હતું. કારોબારના અંતે સેન્સેક્સ ૨૭૩ પોઈન્ટ ઘટીને ૩૫૨૧૭ની નીચી સપાટીએ રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૯૮ પોઈન્ટ ઘટીને ૧૦૬૭૧ની સપાટીએ રહ્યો હતો. સેકટરલ ઈન્ડેક્ષની વાત કરવામાં આવે તો નિફ્ટી પીએસયુ બેન્ક ઈન્ડેક્ષમાં ૨.૪ ટકાનો ઘટાડો રહ્યો હતો. આઈડીબીઆઈ બેંક, સિન્ડીકેટ બેંક, બેંક ઓફ ઈÂન્ડયાના શેરમાં તીવ્ર ઘટાડો રહ્યો હતો. આ તમામ શેરમાં ઘટાડો થયાના પરિણામ સ્વરૂપે નિફ્ટી પીએસયુ બેંક ઈન્ડેક્ષમાં તીવ્ર ઘટાડો જાવા મળ્યો હતો. રિઝર્વ બેંક ઓફ ઈÂન્ડયાએ મંગળવારે કહ્યું હતું કે બેંકોના ગ્રોસ એનપીએ રેશિયો માર્ચ ૨૦૧૮માં ૧૧.૬ ટકાથી વધીને વર્તમાન નાણાકીય વર્ષના સુધી ૧૨.૨ ટકા થઈ શકે છે. વ્યÂક્તગત શેરોની વાત કરવામાં આવે તો ઓઈલ માર્કેટિંગ કંપનીઓના શેરમાં ૮ ટકા સુધીનો ઘટાડો નોંધાઈ ચુક્યો છે. વૈશ્વિક તેલ કિંમતો પુરવઠામાં તંગીના લીધે ઝડપથી વધી રહી છે. ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન, હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન અને ઈÂન્ડયન ઓઈલ કોર્પોરેશનમાં ૮ ટકા સુધીનો ઘટાડો જાવા મળ્યો હતો. રૂપિયો ૩૦ પૈસા ઘટીને ૧૯ મહિનાની નીચી સપાટીએ પહોંચી ગયો છે. એશિયન શેરબજારમાં તીવ્ર દબાણની Âસ્થતિ રહી હતી. ચાઈનીઝ બ્લુચીપના શેરમાં ૨.૨ ટકાનો ઘટાડો રહ્યો હતો. તેલ કિંમતો આજે વધી હતી. કેનેડામાં પુરવઠો ખોરવાઈ ગયો છે. લિબિયન નિકાસને લઈને અનિશ્ચિતતાના વાદળો ઘેરાઈ જતા આ Âસ્થતિ સર્જાઈ છે. અમેરિકી અધિકારીઓએ નવેમ્બરથી ઈરાનિયન ક્રુડની ખરીદી ન કરવા આયાતકારોને આદેશ કર્યો છે. કારોબારના અંતે ગઇકાલે સેંસેક્સ અને નિફ્ટી નજીવા સુધારા સાથે બંધ રહ્યા હતા. ગઇકાલે મંગળવારના દિવસે સેંસેક્સ ૨૦ પોઇન્ટ ઉછળીને ૩૫૪૯૦ની સપાટીએ રહ્યો હતો જ્યારે નિફ્ટી ૭ પોઇન્ટ ઉછળીને ૧૦૭૬૯ની સપાટીએ રહ્યો હતો. વૈશ્વિક બજારમાં પણ અફડાતફડી રહી હતી અને વૈશ્વિક મંદીનું મોજુ ફરી વળ્યું હતું. અમેરિકા અને ચીન સહિત જુદા જુદા દેશો વચ્ચે ટ્રેડવોરની Âસ્થતિ ચાલી રહી છે જેના કારણે મૂડીરોકાણકારો રોકાણ કરવાની Âસ્થતિમાં દેખાઈ રહ્યા નથી. ઔરંગાબાદ Âસ્થત ઓટો ઘટક બનાવતી કંપની વારરોક એÂન્જનિયરિંગ દ્વારા ૧૯૫૫ કરોડ રૂપિયાના આઈપીઓ કરવામાં આવ્યો હતો. પ્રાઇઝ બેન્ડનો આંકડો ૯૬૫થી ૯૬૭ રૂપિયા રાખવામાં આવ્યો છે. પ્રમોટરો દ્વારા ૨૦૨૨૧૭૩૦ ઇÂક્વટી શેરનું વેચાણ કરવામાં આવી રહ્યુ છે. આ કંપની ગ્લોબલ ઓટો મોટિવ ઘટકો બનાવનાર કંપની છે. સાથે સાથે લાઇટિંગ સિસ્ટમ, પાવર ટ્રેન, ઇલેક્ટ્રીકલ અને ઇલેક્ટ્રોનિક્સ જેવી ચીજવસ્તુઓ બનાવવામાં નિષ્ણાત કંપની છે. સમગ્ર વિશ્વમાં પેસેન્જર કાર અને મોટરસાઇકલના સેગ્મેન્ટમાં બોડી અને ચેચિસ પાટ્‌ર્સ તેના દ્વારા બનાવવામાં આવે છે. એÂન્જનિયરિંગ આઈપીઓને લઇને કારોબારીઓ આમા રોકાણ કરવા માટે ઇચ્છુક છે.
તાજેતરમાં જ બે આઈપીઓને સારો પ્રતિસાદ મળ્યા બાદ આને લઇને મજબૂત પ્રતિસાદ મળી શકે છે. રાઇટ્‌સ અને ફાઈન ઓર્ગેનિક જેવા બે આઈપીઓને લઇને ભારે ઉત્સુકતા છે. વૈશ્વિક બજારોમાં ઉથલપાથલ રહી હોવા છતાં શેરબજારમાં તેજી રહેતા કારોબારીઓ ખુશખુશાલ દેખાયા હતા. કારોબારી હાલ રોકાણ કરવાના મુડમાં દેખાઇ રહ્યા નથી.
(સંપૂર્ણ સમાચાર સેવા)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY