ગાંધીનગર,
તા.૧૫/૦૩/૨૦૧૮
કોંગ્રેસના ધારાસભ્ય સીજે ચાવડાએ ગુજરાતમાં ચાલતા દારૂ અડ્ડા મુદ્દે આક્ષેપ કર્યા
ગુજરાત વિધાનસભામાં આજે ગૃહવિભાગની માંગણીઓ પરની ચર્ચા દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય સી.જે.ચાવડાએ ગુજરાતમાં ચાલતા દારૂના અડ્ડાઓ અંગે આક્ષેપ કરતા કહ્યું કે, ગુજરાતમાં પકડાયેલા દારૂ એક જગ્યાએ એકઠો કરવામાં આવે તો હાલમાં નર્મદાના પાણી કરતા પણ વધુ દારૂ ડેમમાં આવી શકે છે.
કોંગ્રેસના ધારાસભ્ય ચાવડાએ આગળ કહ્યું કે, ગુજરાતની અને કેન્દ્રની ભાજપ સરકાર દાઉદ ઈબ્રાહીમને પકડવાની માત્ર વાતો કરે છે અને હાર્દિકને પકડીને પૂરી દે છે. આ ઉપરાંત સી.જે. ચાવડાએ ગુજરાતમાં ગુનાખોરીનું રાજ હોવાનો સીધો આક્ષેપ પણ કર્યો હતો.
ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી (પ્રદિપસિંહ જાડેજા)છ ફૂટના હોવાનો ઉલ્લેખ કરતા ચાવડાએ જણાવ્યું હતું કે,ગૃહ રાજ્યમંત્રી છ ફૂટના છે, પણ તેઓ માત્ર ઉપર જ જાઇ રહ્યા છે. તેમની નીચે શું બને છે તે દેખાતું નથી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની છપ્પનની છાતી અંગે છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલી ચર્ચાનો ઉલ્લેખ કરતા સી.જે.ચાવડાએ જણાવ્યું હતું કે છપ્પનની છાતી તો ખચ્ચરની હોય છે, માણસની છાતી તો ૩૩ ઇંચની હોય અને વધુમાં વધુ ૩૬ ઈંચની હોઈ શકે.
થોડા દિવસ પહેલા ગૃહમાં ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ રાજ્યમાં થયેલા દારૂના કેસોની વિગતો આપી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૧૬માં દારૂ સાથે સંકળાયેલા ૬,૭૪૦ ગુનાઓની સંખ્યા ઘટીને ૫,૬૦૦ થઇ છે. આમ દારૂ સાથે સંકળાયેલા ગુનાઓની સંખ્યામાં ૧,૦૦૦ નો ઘટાડો થયો છે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"