સાપુતારામાં વાતાવરણ પલટાયું, કમોસમી વરસાદથી ઠંડક પ્રસરી

0
9

સાપુતારા,તા.૧૩
એક બાજુ ગુજરાત આખું ધગધગતા તાપમાં તપી રહ્યું છે ત્યારે દક્ષિણ ગુજરાતના હિલ સ્ટેશન ગણાતા સાપુતારામાં કમોસમી વરસાદ પડ્યો હતો. અચાનક પડેલા વરસાદી ઝાપટાના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી જેનાથી લોકોએ ગરમીમાં રાહતનો શ્વાસ લીધો હતો. જોકે, બીજી તરફ ખેડૂતોમાં ચિંતાનું મોઝું ફરી વળ્યું હતું.
મળતી માહિતી પ્રમાણે દક્ષિણ ગુજરાતના પ્રવાસન સ્થળ સાપુતારામાં શનિવારે બપોરના સમયે અચાનક વાતાવરણમાં પલટો થયો હતો. ત્યારબાદ અચાનક કમોસમી વરસાદી ઝાપટું પડ્યું હતું. જેના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ધગધગતા તાપ વચ્ચે વરસાદી ઝાપટું પડવાથી લોકોએ ગરમીમાં રાહતનો શ્વાસ લીધો હતો. તો બીજી તરફ ખેડૂતોના શ્વાસ અદ્ધર થઇ ગયા હતા. પોતાના પાકને મોટું નુકસાન થવાની ભીતીના પગલે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, સમગ્ર ગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત રહ્યો છે. ધીમે ધીમે ગુજરાતમાં ગરમી વધતી જાય છે. ગુજરાતમાં મહત્તમ તાપમાન ૪૩ ડિગ્રીને પાર કરી ગયું છે. ત્યારે આજે શનિવારે ગુજરાતનું સૌથી ગરમ શહેરમાં અમદાવાદનો સમાવેશ થાય છે. બીજી તરફ ઉત્તર ગુજરાતના સાબરકાંઠામાં આગામી ૧૪-૧૫એ કેટલીક જગ્યાએ સામાન્ય વરસાદ પડવાની આગાહી હવામાન ખાતાએ કરી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY