સરકાર રીજી ગઈઃ નાણા વિભાગે મોંઘવારી ભથ્થામાં વધારો કર્યો

0
53

અમદાવાદ,તા.૨૦
રાજ્ય સરકારના તમામ કર્મચારીઓ માટે ખુશ ખબર છે. નણા વિભાગે મોંઘવારી ભથ્થામાં વધારો કર્યો છે. જેનો ૨૦૧૬ની અસરથી અમલ કરાશે. જાકે મોંઘવારી ભથ્થુ વળતરના અલગ ભાગ તરીકે જ ગણવામાં આવશે. તેને પગાર તરીકે ગણવામાં આવશે નહીં. મોંઘવારી ભથ્થાના માસિક દર જાઈએ તો પહેલી જૂલાઈ ૨૦૧૬થી મૂળ પગારના ૨૫૬ ટકા છે.
પહેલી જાન્યુઆરી ૨૦૧૭થી મૂળ પગાર ના ૨૬૪ ટકા છે. જ્યારે પહેલી જૂલાઈ ૨૦૧૭થી મૂળ પગારના ૨૬૮ ટકા છે. તો પહેલી જાન્યુઆરી ૨૦૧૮થી મૂળ પગારના ૨૭૪ ટકા માસિક મોંઘવારી ભથ્થાનો દર કરાયો છે. પંચાયતના કર્મચારીઓ, શિક્ષણ વિભાગ, સરકારી અનુદાન લેતી તમામ સંસ્થાઓના કર્મચારીઓને મોંઘવારી ભથ્થાના નવા દરનો લાભ. ભથ્થાની તફાવતની રકમ રોકડમાં ચૂકવાવામાં આવશે. નગર પાલિકાઓ અને નિગમો ભથ્થા અંગેનો નિર્ણય જાતે લેશે. રાજ્ય સરકાર દ્વારા તેમને વધારાની કોઈ ગ્રાન્ટ આપવામાં આવશે નહીં.

(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY