મુંબઈ,તા.૨૪
બોલિવૂડ એક્ટર ઇરફાન ખાનના પ્રશંસકો માટે ખુશ ખબર છે. લંડનમાં ‘ન્યૂરો એંડોક્રાઇન ટ્યૂમર’ નામની બીમારીની સારવાર કરાવી રહેલ ઇરફાન ખુબ જ જલ્દી ભારત પરથ આવી રહ્યો છે. મીડિયા રિપોર્ટ અનુસાર ઇરફાન પોતાની મેડીકલ ટ્રીટમેન્ટ પૂર્ણ કરાવી ૧-૨ દિવમાં મુંબઇ પરત ફરશે. માત્ર એટલું જ નહી ઇરફાન ખુબ જ જલ્દી પોતાની ફિલ્મ હિંદી મીડિયમ-૨નું શૂટિંગ શરૂ કરશે.
લાંબા સમયથી ફેન્સ ઇરફાનનાં સ્વસ્થ થવા અને ભારત પરત ફરવાની રાહ જાઇ રહ્યા છે. હવે ઇરફાન ભારત પરત ફરતા પોતાની ફિલ્મ હિંદી મીડિયમ-૨નું શૂટિંગ શરૂ કરશે. ફિલ્મનું શૂટિંગ ડિસેમ્બરથી શરૂ થશે. સૂત્રો અનુસાર, ફિલ્મમેકર્સ ઇરફાનને મળવા લંડન ગયા છે. જ્યાં તેમને ઇરફાનને ફિલ્મની સ્ક્રિપ્ટ સંભળાવી હતી અને ઇરફાને તે ફિલ્મને સાઇન પણ કરી લીધી છે.
૨૦૧૭માં આવેલી ઇરફાનની ફિલ્મ હિંદી મીડિયમએ બોક્સ ઓફીસ પર ખુબ જ ધમાલ મચાવી હતી. ફિલ્મમાં ઇરફાને દેસી અંદાજવાળા અંદાજ રાજએ લોકોનું દીલ જીતી લીધુ હતું. આ ફિલ્મમાં ઇરફાને આ ફિલ્મમાં ઇરફાનનાં અપોઝિટ પાકિસ્તાની એક્ટ્રેસ સબા કમરે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મની કહાની ભારતના એજ્યુકેશન સિસ્ટમ પર આધારિત હતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"






