વિકલ્પ છે ખરો, પણ અત્યારે તેનો ઉપયોગ થશે નહીં. ચાર રાજ્યોની ચૂંટણી નજીક આવી રહી છે. ડિસેમ્બરમાં યોજાવાની છે એટલે આ મહિનાના અંતે અથવા આૅક્ટોબરના પ્રારંભમાં તેની આચારસંહિતા લાગુ પડશે. તે પહેલાં પેટ્રોલિયમ પદાર્થોના ભાવો વધે તેટલા વધવા દેવામાં આવશે. તે પછી ચૂંટણીની તારીખો જાહેર થાય તેના એકાદ અઠવાડિયા પહેલાં બેથી ત્રણ રૂપિયાનો ભાવ ઘટાડો થાય તે રીતે એક્સાઇઝ ડ્યુટી ઘટાડવામાં આવશે. (આ લખાઈ રહ્યુ ત્યાં જ ખબર આવ્યા કે રાજસ્થાન સરકારે વેટ ઘટાડીને અઢી રૂપિયા ભાવ ઓછો કરાવ્યો છે, અને આંધ્રમાં પણ બે રુપિયા ઘટાડાયા છે.) છેલ્લે ૪ આૅક્ટોબર, ૨૦૧૮ના રોજ બે રૂપિયા પ્રતિલિટર જેટલી એક્સાઇઝ ડ્યુટી ઘટાડવામાં આવી હતી. કર્ણાટક રાજ્યની ચૂંટણી હતી તે પહેલાં આૅઈલ કંપનીઓને ભાવવધારો કરવાની મનાઈ કરી દેવાઈ હતી. ચૂંટણી પતી ગઈ અને ભાજપ હારી ગયું તે પછી ફટાફટ ભાવવધારો થઈ ગયો હતો. એવી જ ચાલાકી ચાર રાજ્યોની ચૂંટણી પહેલાં થશે. દિવાળીની આસપાસ ભાવવધારો કરવાનું બંધ કરી દેવાશે. ચૂંટણી પતી જશે અને તહેવારો પતી જશે, પછી એક ઝટકા ઓર દો એમ કરીને પ્રજાને મોંઘવારીનો એક છેલ્લો ડામ દેવાશે. તેમાંય જ જા ભાજપ રાજસ્થાનમાંય જીતી ગયું તો લોકોને ધગધગતો ડામ દેવાશે. એકાદ મહિના પછી કદાચ રાહત મળે (રાહત તો કહેવાય જ નહિ, કેમ કે અત્યંત ભાવવધારા પછી ઘણી રાહત પણ રાહત ના કહેવાય.) કેમ કે લોકસભાની ચૂંટણી માટેની તૈયારીઓ થઈ ગઈ હશે.
આ વર્ષનું બજેટ રજૂ કરતી વખતે પણ સરકારે ચાલાકી કરી હતી. પેટ્રોલ અને ડીઝલ બંને પર ભાવો ઘટ્યા ત્યારે વધારી દેવાયેલી એડિશનલ ડ્યુટી ઘટાડી હતી. બંને પર પ્રતિ લિટર ૬ રૂપિયાની જકાત લેવાતી હતી તે બંધ કરવાની જાહેરાત બજેટમાં કરાઈ, પણ લોકોને તેનો કોઈ ફાયદો નહોતો. કેમ કે છ રૂપિયા અહીં ઓછા કર્યા તે બીજે વધારી દીધા હતા. પેટ્રોલ અને ડીઝલના ભાવો પર લેવાતો રોડ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેસ વધારેની લિટર દીઠ આઠ રૂપિયા કરી દેવાયો હતો. સરવાળે હતા ત્યાં ને ત્યાં. હવે સવાલ એ થાય કે આ વધારાનો સેસ લેવાય છે, તે સરકાર બંધ કરી શકે કે નહિ? ક્રૂડ આૅઈલનો ભાવ ઘટી ગયો ત્યારે ભાવઘટાડો કરવાને બદલે સરકારે નફો ઘર ભેગો કરવાનું શરૂ કર્યું હતું. તે નફાની રકમ બધુ મળીને ૧૮ લાખ કરોડ રૂપિયાની થાય છે. તે બધી કિયા ગઈ? શું તેમાંથી થોડી રકમ વાપરીને રાહત ના આપી શકાય? ના, ના આપી શકાય, કેમ કે એ બધા નાણાં આવ્યા અને વપરાઈ પણ ગયા. હાંઉ.પ્રજાને એક લોલીપોપ બતાવવામાં આવી રહી છે કે બસ હવે પેટ્રોલિયમ પદાર્થોને જીએસટીમાં લઈ લઈએ એટલે હાઉં. પેટ્રોલિયમ મંત્રાલયના પ્રધાન ધર્મેશ પ્રધાને હાલમાં જ ફરી એકવાર નિવેદન આપ્યું છે કે વહેલા મોડે જીએસટીમાં પેટ્રોલિયન પદાર્થોને આવરી લેવા જરૂરી છે. વાત તેમની સાચી છે, પણ કિયારે તે થશે તે નક્કી નથી. આ સરકાર નથી કરવાની એ નક્કી છે. નવી સરકાર આવે અને નવીસ્થિતિમાં કેવી રીતે વિચાર થાય છે ત્યાં સુધી રાહ જાવાની છે. એટલે કે નવ મહિના સુધી જીએસટી લાગુ પડે તેમ નથી.
છેલ્લું બજેટ રજૂ થયું (ફેબ્રુઆરી ૨૦૧૮) ત્યારે લોકસભામાં જણાવાયું હતું કે ૨૦૧૩-૧૪માં પેટ્રોલ-ડીઝલ પરના ટેક્સથી ૮૮૬. કરોડની આવક થઈ હતી. પરંતુ તે પછી ૨૦૧૪થી જાન્યુઆરી ૨૦૧૬ સુધી ક્રૂડના ભાવો ઘટતા રહ્યા અને સરકાર એક્સાઇઝ વધારીને નફો રળતી રહે. નવ વાર એક્સાઇઝમાં વધારો કરીને આવકને ૧.૦૬ લાખ કરોડ સુધી પહોંચાડી દેવાઈ હતી. વર્ષ ૨૦૧૫-૧૬માં પણ ૧.૮૬ લાખ કરોડ અને તે પછીના વર્ષે ૨.૫૩ લાખ કરોડની વધારાની આવક થઈ હતી.
લાગે છે કે સરકાર રાહ જાઈને બેઠી છે કે રૂપિયો સ્ટેબલ થાય. રૂપિયો ૭૨ની ટોચ પર પહોંચ્યો છે, તે પછી હવે થોડો સ્થિતિ થાય તો સરકાર નવસેરથી ગણતરી માંડી શકે. દરમિયાન ક્રૂડ પણ હાલ ૭૦થી ૭૫ની રેન્જમાં છે અને ૮૦ ઉપર ગયું નથી. ૮૦ ઉપર જાય પછી રાહત આપવી અનિવાર્ય બનવાની છે, તેથી અત્યારથી રાહત આપવાને બદલે રાહ જાવાની સ્ટ્રેટેજી અપનાવાઈ છે. ઇરાન સામેના પ્રતિબંધોનો અમલ નવેમ્બરથી થવાનો છે. ત્યાં સુધીમાં અમેરિકા સાથે થયેલી ચર્ચા અને ઇરાનથી ક્રૂડની આયાત શરૂ રાખવાનો કેવો રસ્તો નીકળે છે તે પણ જાવાનું રહે છે. તેના કારણે વિકલ્પ હોવા છતાં હજી એકાદ મહિનો ભાવવધારો ચાલુ રહે તેમ લાગે છે. પાંચ રાજ્યોની ચૂંટણીના પડઘમ વાગશે ત્યારે ભાવવધારો નફ્ફટ થઈને અટકાવી દેવાશે અને તેના પરિણામો આવે તે પછી વિકલ્પો પર વિચારાશે. તો અત્યારે હાંઉ.(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



