આજથી PTC કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયા સરકારી-ગ્રાન્ટેડ કોલેજો બંધ થઈ રહી છે

0
19
ખાનગી કોલેજોમાં સંખ્યા ન ભરાતી હોવા છતાં ચાલુ રખાય છે

– પરંતુ સરકારી અને ગ્રાન્ટેડ કોલેજો બંધ કરી દેવાય છે : 6900 બેઠક સામે 3612 ફોર્મ ભરાયા

ગુજરાત સરકારના પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા પીટીસી કોલેજોની પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત રજિસ્ટ્રેશન બાદ આવતીકાલથી રૂબરૂ પ્રવેશ પ્રક્રિયા શરૃ થનાર છે.જેમાં આ વર્ષે ખાનગી કોલેજો વધતા 6900 બેઠકો છે અને જેની સામે 3612 જ ફોર્મ ભરાયા છે.પીટીસીમાં સરકારી અને ગ્રાન્ટેડ કોલેજો બંધ થઈ રહી છે પરંતુ ખાનગી કોલેજોમાં સંખ્યા ન ભરાતી હોવા છતાં કેમ ચાલુ રખાય છે. પીટીસીમાં ગત વર્ષે ડાયટની 13, સરકારી 4, ગ્રાન્ટેડ 35 અને સ્વનિર્ભર 49 સહિત 101 કોલેજો હતી અને જેની બેઠકો 6200 હતી.જેમાં આ વર્ષે વધારો થતા બેઠકો 6900 થઈ છે.જો કે ગ્રાન્ટેડ અને સરકારી કોલેજો ઘટી રહી છે પરંતુ ખાનગી કોલેજો વધી રહી છે.આ વર્ષે ડાયેટની13 માંથી ઘટીને 12 કોલેજો, સરકારી 4, ગ્રાન્ટેડ 34 અને ખાનગી 63 કોલેજો છે. આ વર્ષે પણ બેઠકો કરતા માંડ 50 ટકા ફોર્મ ભરાયા છે.6900 બેઠકો સામે3612 ફોર્મ ભરાયા છે.ફોર્મ ભરાવાની પ્રક્રયા બાદ આવતીકાલે 2 જુલાઈથી રૃબરૃ કાઉન્સેલિંગ પ્રક્રિયા શરૃ થનાર છે.જે 11 જુલાઈ સુધી ચાલશે. જેમાં વિદ્યાર્થીઓને મેરિટ પ્રમાણે રૃબરૃ ઓનલાઈન બેઠક બતાવી પ્રવેશ ફાળવાશે. મહત્વનું છે કે રાજ્યમાં ગ્રાન્ટેડ અને સરકારી કોલેજો બંધ થઈ રહી છે પરંતુ ખાનગી કોલેજો વધી રહી છે અને ઘણી ખાનગી કોલેજોમાં તો વિદ્યાર્થી જ નથી કે આવે તેમ પણ નથી છતા કોલેજો ચાલુ રખાય છે.પ્રવેશ યાદીમાં સ્વનિર્ભર ની 63 કોલેજો છે પરંતુ તેની 3150 બેઠકોમાંથી માંડ 500 જ ભરાતી હોય છે. મોટા ભાગની કોલેજો ચાલુ રહે તે માટે પ્રવેશ યાદીમાં નામ ઉમેરાય છે અને ચાલુ રખાય છે.આ વર્ષે ડાયેટની એક અને ગ્રાન્ટેડની એક કોલેજ બંધ થઈ છે.ડાયેટની પહેલા જે 26 હતી તેમાંથી ઘટીને 15 થઈ અને ત્યારબાદ ઘટીને13 અને આ વર્ષે 12 થઈ. જ્યારે સરકારી કોલેજો 8 હતી જે ઘટીને 4 થઈ અને ગ્રાન્ટેડ કોલેજો 43 હતી તે ઘટીને 35 થઈ.આ ઉપરાંત કેટલીક કોલેજોના સ્ટાફને જ પ્રવેશ સમિતિમા મુકવામા આવ્યા હોવાની પણ ફરિયાદ ઉઠી છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY