કઠોળના ઉત્પાદન વધતાની સાથે આયાત કરતા ભાવમાં ઘટાડો નોંધાયો

0
84
હાલ ટેકાના ભાવનો લાભ નહી મળતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો : બજારમાં પોષણક્ષમ ભાવ પણ નથી ઉપજતા

કઠોળનું ઉત્પાદન વધતા તાજેતરમાં ભાવમાં ઘટાડો નોંધાયો છે જ્યારે કૃષિ જણસોની ટેકાના ભાવે ખરીદી કરવાની જાહેરાત ખેડૂતો સાથે મજાક બની છે. પાલિતાણા પંથક સહિત દેશભરમાં કઠોળનું ઉત્પાદન વધતા તેમજ આયાત કઠોળ કરતા ભાવમાં ધરખમ ઘટાડો નોંધાયો છે. કૃષિ જણસોની ટેકાના ભાવે ખરીદી કરવાની જાહેરાત ખેડૂતો સાથે મજાક બની છે. કઠોળના ભાવમાં કારમી મંદી છે ત્યારે સરકાર કઠોળનું આયાત કરવાનો નિર્ણય જાહેર કરી પોતાનો સ્ટોક પણ બજારમાં હળવો કરવા લાગતા ભાવો વધુ તુટી રહ્યા હોવાથી ખેડૂતોની હાલત કફોડી બની છે સાથે સરકારને પણ કરોડો રૃપિયાની નુકશાની ખમી રહ્યાં છે. કેન્દ્ર સરકારે અન્ય દેશ સાથે કરાર કરી મગ, અડદ દોઢ-દોઢ લાખ ટન અને તુવેર બે લાખ ટનની આયાત કરવાનો નિર્ણય કર્યો છે. વર્ષ ૨૦૧૪ થી ૨૦૧૬ દરમ્યાન દેશભરમાં કઠોળનું ઉત્પાદન જરૃરિયાત કરતા ઓછુ રહેતા ૨૦૧૬ની મધ્ય ભાવ આસમાને પહોંચી જતા ગૃહીણીઓમાં દેકારો બોલી જતા સરકારે ખેડૂતોને કઠોળનું વાવેતર વધારવા અનુરોધ કર્યો અને આ સમય દરમ્યાન ખેડૂતોને કઠોળના ભાવ ખુબજ સારા મળ્યા. તેથી ખેડૂતોએ કઠોળનું વાવેતર વધાર્યું અને હાલના તબક્કે ટેકાના ભાવનો લાભ નથી મળતો તેમજ બજારમાં વેચવા જાય તો પોષણક્ષમ ભાવ પણ નથી ઉપજતા. સરકારી ગોડાઉનમાં જંગી માત્રામાં સ્ટોક પડયો હોવાથી બજારમાં નીચા ભાવે કઠોળ વેચાય રહ્યું છે. ચણાના ટેકાના ભાવ ૮૮૦ બજારમાં ૬૦૦થી ૭૦૦, અડદના ટેકાના ભાવ ૧૦૮૦ બજારમાં ૫૦૦થી ૯૦૦, તુવેરના ટેકાના ભાવ ૧૦૫૦ બજારમાં ૭૦૦થી ૭૫૦, મગફળીના ટેકાના ભાવ ૯૦૦ બજારમાં ૬૫૦ થી ૭૭૫, આમ ટેકાના ભાવ ઉંચા છે જ્યારે વાસ્તવિક બજાર કિંમત ઘણી ઓછી આવે છે આ બંને વચ્ચે અંતર હોવાથી ખેડૂતો ટેકાના ભાવે ઉત્પાદન વેચે તેના કરતા ખેડૂતોના કાગળોનો ઉપયોગ કરી સરકારને વેપારીઓ, રાજકારણી મોટા પ્રમાણે વેચાણ ટેકાના ભાવે કરી નુકશાનીમાં ઉતારે છે. ખરીદ કરતી એજન્સીના અધિકારીઓની મીઠી નજર હેઠળ તમામ વહીવટ થાય છે. આમ સરકાર ટેકાના ભાવે ખરીદી કરીને અને ખેડૂત વધુ વાવેતર કરી પસ્તાય છે

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY