કિડ્‌સ સ્કુલનાં એસીમાં શોર્ટસર્કિટ થતાં લાગી આગ, કોઈ જાનહાની નહીં

0
9


સુરત,તા.૫
સુરત શહેરના વરાછા વિસ્તારમાં આવેલી કિડ્‌સ સ્કૂલનાં એસીમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. આગના બનાવના પગલે સદનશીબે કોઈ જાનહાની થવા પામી નથી.
બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના વરાછા વિસ્તારમાં કિડ્‌સ સ્કુલ આવેલી છે. સ્કુલમાં આચાર્ય તેમજ સ્ટાફરૂમમાં એસીની ઓફિસમાં એસી લગાવવામાં આવ્યાં છે. એસીમાં અચાનક કોઈ કારણસર શોર્ટસર્કિટ થતા આગ ભભુકી ઉઠી હતી. આગ લાગવાના કારણે સ્કુલમાં અભ્યાસ કરતા નાના ભૂલકાઓમાં ગભરાટનો માહોલ ફેલાઈ ગયો હતો.
આગના કારણે સ્કુલમાં અભ્યાસ કરતા નાના ભૂલકાઓને સ્ટાફ દ્વારા સલામત સ્થળે લઈ જવામાં આવ્યા હતાં. આ બનાવની જાણ સુરતના ફાયર ફાયટરને કરવામાં આવી હતી. ફરિયાદના આધારે ફાયર ફાયટરોએ સ્કુલ પર ધસી જઈ આગ ઉપર પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. આગ લાગવાના કારણે સ્કુલમાં રાખેલ રાચરતીલુ તેમજ સ્કુલનો શૈક્ષણીક સામાન ભસ્મીભૂત થઈ ગયો હતો.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY