શાહરૂખને કલિંગ સેનાની ધમકી : ઓડિશા આવ્યો તો મોંઢુ કાળું કરી દઇશું

0
11

ઓડિશા,તા.૨૩
ઓડિશાની એક સ્થાનિક સંસ્થાએ ધમકી આપી છે કે જા અભિનેતા શાહરૂખ ખાન આગામી અઠવાડિયે યોજાનાર કાર્યક્રમમાં આવશે તો તેને કાળા ધ્વજ બતાવવામાં આવશે અને સ્યાહી ફેંકી મોંઢુ કાળું કરવામાં આવશે. કલિંગ સેના નામની આ સંસ્થાએ જણાવ્યું કે જા તે આગામી સપ્તાહમાં અહીં યોજાનાર વર્લ્ડ કપ હોકીમાં આવશે તો તેનો વિરોધ કરવામાં આવશે.
સંસ્થાના પ્રમુખ હેમંત રથે જણાવ્યું કે ખાને આજથી ૧૭ વર્ષ પહેલા રિલીઝ કરવામાં આવેલી ફિલ્મ ‘અશોકા’માં ઓડિશા અને અહીંના લોકોનું અપમાન કર્યું હતું. સંગઠને આ અંગે ૧ નવેમ્બરના રોજ પોલીસમાં એક રિપોર્ટ પણ દાખલ કરાવી છે. શાહરુખ ખાનનો આગામી સપ્તાહમાં ૨૦૧૮ની પુરુષ હોકી વર્લ્ડ કપ ઇવેન્ટમાં આવવાનો કાર્યક્રમ છે. મુખ્યમંત્રી નવીન પટનાયકે ખાનને અહીં આવવા આમંત્રણ આપ્યું છે. હોકી વર્લ્ડ કપ ભુવનેશ્વરના કલિંગા સ્ટેડિયમમાં ૨૮ નવેમ્બરથી ૧૬ ડિસેમ્બર સુધી ચાલશે.
કલિંગા સેનાના પ્રમુખ હેમંત રથે જણાવ્યું કે ખાને આજથી ૧૭ વર્ષ પહેલાં રિલીઝ થયેલી ફિલ્મ ‘અશોકા’માં ઓડિશા અને અહીંના લોકોનું અપમાન કર્યું હતું. સંસ્થાએ આ અંગે ૧ નવેમ્બરના રોજ પોલીસમાં એક રિપોર્ટ પણ લખાવી છે. વર્ષ ૨૦૦૧માં રિલીઝ થયેલી ફિલ્મ ‘અશોકા’નો એ સમયે ઓડિશામાં મોટો વિરોધ થયો હતો. માત્ર એક અઠવાડિયા પછી ફિલ્મ સિનેમા હોલમાંથી દૂર કરવામાં આવી હતી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY