મનોચિકિત્સકની સલાહ લેવાનો મતલબ કોઈ વ્યક્ત માનસિક રીતે અસ્વસ્થ છે તેમ નથી

0
148

ન્યુ દિલ્હી,
તા.૩/૫/૨૦૧૮

દિલ્હી હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો

દિલ્હી હાઈકોટે આજે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો હતો. જેના ભાગરુપે કોટે કહ્યું હતું કે, મનોચિકિત્સક અથવા તો સાયકોલોજિસ્ટની સલાહ લેવાનો મતલબ કોઇ વ્યક્તિ માનસિકરીતે અસ્વસ્થ છે તેમ નથી. આજના ટેન્શનવાળી લાઇફમાં મનોચિકિત્સકને મળવાની બાબત સામાન્ય બની છે. જસ્ટીસ વિપીન સાંઘી અને પીએસ તેજીની બનેલી બેંચે એક મહિલા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી ચલાવતી વેળા આ મુજબનો આદેશ કયો હતો. અરજીમાં કેટલીક રજૂઆતો કરવામાં આવી હતી. માત્ર મનોચિકિત્સકની સલાહ લેવાના આધારે તેની એક વર્ષની પુત્રીને તેનાથી અલગ રાખવાનો ચુકાદો આપવાથી ઇન્કાર કરી દેવામાં આવ્યો છે. આ મહિલાએ કોર્ટમાં રજૂઆત કરી હતી કે, કોર્ટ તેના પતિને એવા આદેશ જારી કરે કે તે બાળકીને સુનાવણી દરમિયાન રજૂ કરે. બાળકીને તેના સાસરિયા પક્ષના લોકો બળજબરીપૂર્વક રાખી રહ્યા છે.

કોટે મહત્વનો આદેશ કરતા માતાને બાળકીની વચગાળાની કસ્ટડી આપીને પતિની એવી દલીલને ફગાવી દીધી હતી કે, બાળકીની માતા કુદરતીરીતે તેની સાથે જાડાયેલી નથી અને તે સરોગેસીથી જન્મેલી પુત્રી છે. કોટે કહ્યું હતું કે, માત્ર આ આધાર પર માતાનો પ્રેમ બાળકી પ્રત્યે ઓછો રહે તેમ માની લેવા માટે કારણ નથી. કોટે એમ પણ કહ્યું હતું કે, જ્યાં સુધી બાળકીનો પ્રન છે તે એક વર્ષની છે. ભલે તેનો જન્મ સરોગેસી માતાથી થયો છે. અરજી કરનારને બે વખત ગર્ભપાતની તકલીફ ઉભી થઇ હતી તે આ બાળકીની જૈવિક માતા નથી. કોટે ખુબ જ મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો હતો. મહિલાના માનસિક આરોગ્ય પર કોટે કહ્યું હતું કે, ટેન્શનના અનેક કારણ હોઈ શકે છે. આજ કારણસર મહિલા હાલ સારવાર હેઠળ છે. માત્ર સારવાર કરાવવાનો મતલબ એ નથી કે તે માનસિકરીતે સંતુલિત દિમાગ ધરાવતી નથી.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY