ગાંધીનગર,તા.૧૭
લાંબા સમય બાદ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ફરી એક વખત સક્રીય થયા છે. બાપૂએ એક જાહેરાત કરતા કહ્યુ, તેમણે આવતીકાલે પોતાના નિવાસ સ્થાન વસંત વગડોમાં સમર્થકો સાથે બેઠકનું આયોજન કર્યું છે. આ બેઠક બાદ શંકરસિંહ આવતીકાલે કોઈ મોટી જાહેરાત કરી શકે છે.
માનવામાં આવીરહ્યુ છે કે આ બેઠકમાં શંકરસિંહ વાઘેલા રાજકીય દિશા નક્કી કરવાની કોઈ મોટી જાહેરાત કરી શકે છે. છેલ્લા ઘણા સમયથી તેઓ ભાજપ-કાંગ્રેસ જેવા પક્ષોથી અંતર બનાવીને દૂર રહ્યા છે.
પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ફરી એક વખત સક્રીય થતા રાજકીય પક્ષોમાં મુશ્કેલીઓ ઉભી કરી શકે છે. ઉલ્લેખનીય છે કે તેમના પુત્ર મહેંદ્ર સિંહ ભાજપમાં જાડાઈ ગયા છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




