શાળામાં મધ્યાહ્ન ભોજનને સુરક્ષિત જગ્યાએ રાખવા પોલીસવડાનો આદેશ

0
15

અમદાવાદ,તા.૨૭
દિવાળીના તહેવાર અગાઉ અમદાવાદ સહિત અનેક શહેરમાં ચોરી અને લૂંટના બનાવો બને છે. આવા ચોરી અને લૂંટફાટના બનાવો ન બને તે માટે રાજ્ય પોલીસવડા શિવાનંદ ઝાએ પોલીસને આદેશ આપતો એક પરિપત્ર કર્યો છે. દિવાળી વેકેશન દરમ્યાન શાળા અને કોલેજા બંધ હોય છે, જેનો ફાયદો ઉઠાવી અને તસ્કરો ચોરી કરતા હોય છે.
શાળા અને કોલેજામાં ચોરી અટકે તે માટે શૈક્ષણિક સંસ્થાઓમાં પોલીસ અધિકારીઓને આચાર્ય અને પ્રિન્સિપાલો સાથે મિટિંગ કરીને સુરક્ષા અંગે ચર્ચા કરવા પોલીસવડાએ આદેશ આપ્યો છે.
શાળામાંથી કમ્પ્યૂટર, ટીવી અને મધ્યાહ્ન ભોજનના સામાનની ચોરી ન થાય તે માટે તેને સુરક્ષિત સ્થળે રાખવા જણાવ્યું છે અથવા શૈક્ષણિક સંસ્થાઓમાં સિકિયોરિટી ગાર્ડ અથવા ચોકીદાર રાખવા માટે વ્ય્વસ્થા કરાવવા આદેશ આપવામાં આવ્યા છે. અપૂરતી અને ખામીયુક્ત સુરક્ષાને લઇ તેઓ સાથે ચર્ચા કરવા જાણવામાં આવ્યું છે.
તહેવારમાં બેન્ક, એટીએમ, આંગડિયા પેઢી પરથી નાણાંના વ્યવહાર વધુ હોય છે માટે હોક બાઇક, પીસીઆર વાન અને ડી સ્ટાફના માણસોને સાદા કપડામાં તહેનાત રાખવા, સ્પીડ બાઇક પર ડબલ સવારીમાં મોઢે રૂમાલ બાંધીને ચહેરો છુપાવવાનો પ્રયાસ કરતા હોય તેવા લોકોની અવશ્ય તપાસવા, ધર્મસ્થાનો આસપાસ ફટાકડા ફોડવા દરમિયાન હિન્દુ-મુસ્લિમ વૈમનસ્ય ન સર્જાય તે માટે સંવેદનશીલ વિસ્તારમાં વિશેષ તકેદારી રાખવી, હોટલ, ગેસ્ટ હાઉસ ઉપરાંત મોટા રસ્તાને જાડતા નાકા પર વાહન ચેકિંગ કરી શંકાસ્પદ હિલચાલ પર નજર રાખવા આદેશ અપાયા છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY