શેનઝોન,તા.૨૯
વિશ્વની સૌથી મોટી ટેલિકોમ ઉપકરણ નિર્માતા કંપની હુવાઈની રેવન્યુ ૨૦૧૮માં ૧૯.૫ ટકાથી વધીને ૧૦૭.૧૩ અબજ ડોલર(૭.૩૯ લાખ કરોડ રૂપિયા)એ પહોંચી ગઈ છે. પ્રથમ વાર કંપનીની રેવન્યુ ૧૦૦ અબજ ડોલરના આંકડાએ પહોંચી છે. આ એટલા માટે પણ મહત્વની છે કારણે કે અમેરિકા સહિતના વિશ્વના ઘણાં દેશોમાં હુવાવેને ગત વર્ષથી રાજકીય મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
કંપનીના કન્ઝ્યુમર બિઝનેસમાં સારા ગ્રોથથી રેવન્યુમાં વધારો થયો છે. આ ડિવિઝનની રેવન્યુ ૪૫.૧ ટકા વધીને ૩૪૮.૯ અબજ યુઆને પહોંચી ગઈ છે. પ્રથમ વાર કંપનીની કુલ રેવન્યુમાં કન્ઝ્યુમર બિઝનેસનો શેર સૌથી વધુ રહ્યો છે.
હુવાવેનો રેવન્યુ ગ્રોથ ૨૦૧૭ની સરખામણીમાં ૨૦૧૮માં ખૂબ જ સારો રહ્યો છે. પરંતુ નેટ પ્રોફિટ આટલી તેજીથી ન વધ્યો. ગત વર્ષે કંપનીનો નેટ પ્રોફિટ ૨૫.૧ ટકા વધીને ૫૬.૩ અબજ યુઆન રહ્યો. ૨૦૧૭માં ૨૮ ટકાનો ગ્રોથ રહ્યો હતો. હુવાવેનું કોર નેટવર્કિંગ ઈકિવપમેન્ટ યુનિટ કેરિયર બિઝનેસની રેવન્યુ ૨૯૪ અબજ યુઆન રહ્યો. ૨૦૧૭માં તે ૨૯૭.૮ અબજ યુઆન હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




