એચ-૧બી વિઝાના નવા નિયમો વિરુદ્ધ ૧ હજારથી વધુ આઈટી કંપનીઓએ કેસ દાખલ કર્યો

0
196

વાશિંગ્ટન,તા.૧૬
અમેરિકામાં મોટાભાગે ભારતીય-અમેરિકન દ્વારા ચલાવવામાં આવતી ૧,૦૦૦થી વધુ નાની આઇટી કંપનીઓએ અમેરિકન ઇમિગ્રેશન એજન્સી સામે કેસ દાખલ કર્યો છે. આ કેસ H-૧B વિઝાને ત્રણ વર્ષથી ઓછા સમય માટે ઇશ્યુ કરવાના નિયમને કારણે ફાઇલ આવ્યો છે. H-૧B એ નોન-ઇમિગ્રન્ટ વિઝા છે જે યુએસ કંપનીઓને વિદેશી સ્કિલ્ડ પ્રોફેશનલ્સ ખાસ કરીને થિયરી અને ટેક્નિકલ પ્રોફેશનલ્સને નોકરી પર રાખવાની મંજૂરી આપે છે. અહીંની ટેક્નોલોજી કંપનીઓ ભારત અને ચીનથી ૧૦ હજારથી વધુ કર્મચારીઓને નોકરી પર રાખે છે. આ વિઝા ફોરેન વર્કર્સને મોટાંભાગે ૬ વર્ષ માટે ઇશ્યુ કરવામાં આવે છે.
ડલ્લાસ, ટેક્સાસની એક આઇટી સર્વિસ કંપનીએ ૪૩ પાનાની અરજીમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે, યુએસ સિટિઝનશિપ અને ઇમિગ્રેશન સર્વિસે થોડાં દિવસો પહેલાં જ H-૧B પીટિશનને ત્રણ વર્ષની મંજૂરી આપવાનો કાયદો ઘડવામાં આવ્યો છે. આ H-૧B પીટિશન મોટાંભાગે એક મહિના અથવા થોડાં દિવસો માટે જ કાયદેસર છે, ત્યારબાદ કેટલાંક કેસોમાં તે વિઝા અપ્રૂવલ પહેલાં જ એક્સપાયર થઇ જાય છે.
આઇટી કંપનીએ જે કોર્ટમાં દાવો કર્યો છે તે અનુસાર, CISCAને અસ્તિત્વમાં રહેલા નિયમોને ખોટી રીતે સમજાવા અને મંજૂરી સમયને ઘટાડવાનો કોઇ અધિકાર નથી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY