પુંચ-રાજારીમાં પાક. દ્વારા સતત યુદ્ધ વિરામનું ઉલ્લંઘન : રહેણાક વિસ્તારોમાં ભારે ગોળીબાર

0
5

શ્રીનગર,તા.૨૬
પુલવામા આતંકી હુમલા બાદ શાંતિ રાગ ગાવાનું નાટક કરી રહેલું પાકિસ્તાન સુધરવાનું નામ લેતું નથી. આજે વહેલી સવારે પાકિસ્તાને ફરી એક વખત લાઈન ઓફ કન્ટ્રોલ (એલઓસી) પર સીઝ ફાયર (યુદ્ધ વિરામ)નું ઉલ્લંઘન કર્યું છે. પૂંચ અને રાજારી સેક્ટરમાં પાકિસ્તાને આડેધડ ફાયરિંગ કરીને રહેણાક વિસ્તારોને ટાર્ગેટ બનાવ્યા હતા. ભારતે પણ વળતો જવાબ આપીને પાકિસ્તાનના જવાનો પર ફાયરિંગ કર્યું હતું.
સોમવારે મોડી રાતથી સતત પાકિસ્તાન અંકુશ રેખા (એલઓસી) પર ફાયરિંગ કરી રહ્યું છે. સોમવારે મોડી રાતે પણ પાકિસ્તાની સેનાએ રાજારી સેક્ટરમાં આવેલા રહેણાક વિસ્તારો પર ગોળીબાર કર્યો હતો. ૧૪ ફેબ્રુઆરીએ પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ ઊભી થઈ છે. આ તણાવની સીધી અસર બોર્ડર પર પણ જાવા મળી છે. પાકિસ્તાને સતત યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કરીને ફાયરિંગ શરૂ કરતાં બીએસએફ સહિતના સુરક્ષા દળો સતર્ક થઈ ગયાં છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY