શ્રમિકો ભરેલો ટેમ્પો પલ્ટી જતાં ૨૧ મજૂરો સહિત ડ્રાયવર ઘાયલ

0
191

નવસારી,તા.૧૯
નવસારીનાં શ્રમિકો માટે દશેરાનો તહેવાર ભયાવહ સાબિત થયો હતો. દશેરાનમાં દિવસે સુરતનાં સચિન ખાતે મજૂરી અર્થે જઈ રહેલા ૨૧ શ્રમિકો ભરેલો ટેમ્પો ખારેલ ગામ પાસે પલટી ખાઈ ગયો હતો.જેના પગલે ટેમ્પોમાં સવાર ૨૧ મજૂરો સહિત ડ્રાયવરને પણ ઈજા પહોંચી હતી. તમામ ઈજાગ્રસ્તોને નવસારી ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
નવસારીના નેશનલ હાઇવે ઉપર આવેલાખારેલ ગામ પાસે ડ્રાયવર સહીત ૨૧ મજૂરો સુરતના સચિન ખાતે મજૂરી કામ માટે ટેમ્પામાં બેસીને રવાના થતા હતા. દરમ્યાન માર્ગનું લેવલ ઊંચું નીચું હોવાને કારણે ટેમ્પો સ્લીપ મારતાં ટેમ્પો ચાલાક સહીત ૨૨ મજૂરો અકસ્માતનો ભોગ બન્યા હતા. જેઓને નવસારી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. જેમાં એક મહિલાને ગંભીર ઇજા થતા વધુ સારવાર માટે સુરત ખસેડવામાં આવી હતી.
નવસારીના નવા તળાવના મજૂરો માટે દશેરાનો તહેવાર આફત બન્યો હતો. સાથે આવનાર દિવાળીના તહેવારની ઉજવણીમાં અકસ્માત પણ બાધારૂપ બનતા પરિવારના તમામ લોકો દુવિધામાં મુકાયા છે. જાકે ૨૧ લોકોની હાલત સુધારા પર આવી શકે તેમ તબીબી સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY