શ્રીનગર,તા.૧૯
ઉત્તર કાશ્મીરના બારામુલ્લા જિલ્લામાં ક્રાલહર રેલવે સ્ટેશન નજીક પોલીસ ટુકડી પર આતંકવાદીઓ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ફાયરિંગ બાદ પોલીસ ટુકડીની વળતી કાર્યવાહીમાં બે આતંકવાદીઓ ઠાર થયા છે. કારમાં સફર કરી રહેલા આતંકવાદીઓએ પોલીસની નાકા પાર્ટી પર ફાયરિંગ કર્યું હતું. તેના જવાબમાં પોલીસ દ્વારા વળતી કાર્યવાહી કરીને બે આતંકીઓને ઠાર કરવામાં આવ્યા હતા.
પોલીસે જણાવ્યું છે કે આ બંને આતંકવાદીઓ શ્રીનગર જઈ રહ્યા હતા. આ શૂટઆઉટની ઘટના બાદ સેના, જમ્મુ-કાશ્મીરના સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ દ્વારા આખા વિસ્તારની નાકાબંધી કરવામાં આવી છે. સુરક્ષાદળોએ શ્રીનગર-મુઝફ્ફરાબાદ હાઈ-વે પર વાહનવ્યવહાર પર પણ રોક લગાવી છે. ઠાર થયેલા આતંકવાદીઓ પાસેથી એક એકે-૪૭ રાઈફલ અને બે ચાઈનિઝ પિસ્તોલ સહીતના એમ્યુનેશનને જપ્ત કરવામાં આવ્યું છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




