સિડની,તા.૬
કુલદીપ યાદવે ઓસ્ટ્રેલિયામાં પોતાના પ્રથમ ટેસ્ટ મેચમાં શાનદાર બોલિંગ કરી હતી. આ ચાઇનામેન બોલરે ચાર ટેસ્ટ મેચોની સિરીઝના અંતિમ મેચમાં ઓસ્ટ્રેલિયાની પ્રથમ ઈનિંગમાં પાંચ વિકેટ ઝડપી હતી. રવિવારે સિડનીમાં તેણે જાશ હેઝલવુડને આઉટ કરીને આ સિદ્ધિ મેળવી હતી.
ઓસ્ટ્રેલિયામાં છેલ્લા ૬૪ વર્ષમાં આ પ્રથમ તક છે, જ્યારે યજમાન ટીમના કોઈપણ ડાબોડી અથવા કાંડાના સ્પિનરે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ઈનિંગમાં પાંચ વિકેટ ઝડપી છે. આ પહેલા ઈંગ્લેન્ડના જાની વાર્ડલેએ ૧૯૫૫મા સિડની ટેસ્ટમાં ૭૯ રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી. આ મેચ ડ્રો રહ્યો હતો. ૨૪ વર્ષીય કુલદીપ ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ ક્રિકેટમાં એક ઈનિંગમાં પાંચ વિકેટ ઝડપનાર છઠ્ઠો ભારતીય છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



