સિડની,તા.૩
ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ શ્રેણીની ચોથી અને અંતિમ ટેસ્ટમાં ભારતીય ટીમના ટેસ્ટ વિશેષજ્ઞ બેટ્સમેન ચેતેશ્વર પૂજારાએ શાનદાર સદી ફટકારી ભારતને મજબૂત સ્થિતિમાં પહોંચાડ્યું છે. પૂજારાએ કરિયરની ૧૮મી અને ઓસ્ટ્રેલિયા સામેની સીરિઝમાં ત્રીજી સદી ફટકારી છે. જેના કારણે પ્રથમ દિવસના અંતે ભારતનો સ્કોર ૪ વિકેટના નુકસાન પર ૩૦૩ રન છે.
પૂજારાએ સદી ફટકાર્યા બાદ તેના પર અભિનંદનની વર્ષા થઈ રહી છે. આ દરમિયાન ભારતના દિગ્ગજ સ્પિનર અને સીરિઝમાં કોમેન્ટ્રી કરી રહેલા હરભજન સિંહેટિવટ કરીને લખ્યું કે, પૂજારા બોલો તારા રારા… ઓસ્ટ્રેલિયામાં ત્રણ મેચમાં ત્રણ સદી.
પુજારાએ હાલમાં વર્ષ ૨૦૧૮-૧૯માં ઓસ્ટ્રેલિયાની ધરતી પર ઓસ્ટ્રેલિયા સામે ત્રણ સદી ફટકારી છે, પુજારાએ પહેલી, ત્રીજી અને ચોથી ટેસ્ટમાં સદી ફટકારી છે. આ સાથે તેને ગાવસ્કરના ત્રણ સદીના રેકોર્ડની બરાબરી કરી છે.
પૂજારા સીરિઝમાં ઈનિંગમાં ચોથી વખત ૨૦૦થી વધારે બોલ રમ્યો હતો. તે ઓસ્ટ્રેલિયામાં આવું કારનામું કરનારો ભારતનો પ્રથમ બેટ્સમેન છે. એડિલેડ ઓવલમાં રમાયેલી પ્રથમ ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં પૂજારાએ ૨૪૬ બોલમાં ૧૨૩ રન બનાવ્યા હતા. જ્યારે બીજી ઈનિંગમાં ૨૦૪ બોલમાં ૭૧ રન ફટકાર્યા હતા. મેલબોર્નમાં રમાયેલી ત્રીજી ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં ૩૧૯ બોલમાં ૧૦૬ રન બનાવ્યા હતા. જ્યારે સિડનીમાં રમાઈ રહેલી ચોથી ટેસ્ટના પ્રથમ દિવસના અંતે ૨૫૦ બોલમાં ૧૩૦ રન બનવી બેટિંગ કરી રહ્યો છે. આ પહેલા સુનીલ ગાવસ્કર ૧૯૭૭-૭૮માં સીરિઝ દરમિયાન ત્રણ ઈનિંગમાં ૨૦૦થી વધારે બોલ રમ્યા હતા.
અગાઉ લિટલ માસ્ટર ગાવસ્કરે ૧૯૭૭-૭૮ના ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન ત્રણ સદી ફટકારી હતી. જાકે, કોહલીએ વર્ષ ૨૦૧૪-૧૫માં ઓસ્ટ્રેલિયામાં ચાર સદી ફટકારી હતી, જેને રેકોર્ડ પુજારા તોડી શકિયો નહીં. નોંધનીય છે કે, હાલમાં ભારત ચાર ટેસ્ટ મેચોની સીરીઝમાં ૨-૧થી આગળ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



