‘સિમ્બા’ ભારતીય માર્વેલ જેવી એક્શન ફિલ્મ છે ઃ રોહિત શેટ્ટી

0
357

મુંબઈ,તા.૪
એેકસો કરોડની ફિલ્મોની ક્લબના સ્થાપક મનાતા ટોચના ફિલ્મ સર્જક રોહિત શેટ્ટીએ એવો દાવો કર્યો હતો કે અમારી ફિલ્મ સિમ્બા ભારતીય માર્વેલ એક્શન જેવી બની છે.
સોમવારે આ ફિલ્મના ટ્રેલર રિલિઝ પ્રસંગે નિર્માતા કરણ જાહર અને કલાકારોની હાજરીમાં રોહિતે કહ્યું હતું કે ખૂબ હળવા શબ્દોમાં કહું તો આ ભારતીય સુપરમેન ટાઇપની એક્શન ફિલ્મ છે. આબાલવૃદ્ધ તમામ દર્શકોને ગમે એવી રીતે અમે બનાવી છે. એમાં એવું કોઇ દ્રશ્ય નથી કે સહકુટુંબ સાથે બેસીને ન જાઇ શકે.
તેણે ઉમેર્યું હતું કે ફિલ્મના ક્લાયમેન્સમાં અજય દેવગણનો સિંઘમ જે રીતે રજૂ થાય છે એ ફિલ્મમાં મરીમસાલો ઉમેર્યા જેવું બન્યું છે. અજયનો આ ફિલ્મમાં માત્ર કેમિયો છે પરંતુ એ દર્શકો સહેલાઇથી ભૂલી નહીં શકે એવો બન્યો છે. સિમ્બા અને બાજીરાવ સિંઘમ બંને પરદા પર ભેગા થાય ત્યારે દર્શકો તાળીનો ગડગડાટ કરવા ઉપરાંત સિસોટી વગાડશે એ તમે નોંધી રાખો.
‘હું જરાય અતિશયોકિત કે અહંકાર વિના કહું છું કે સિમ્બા દેશી માર્વેલ યુનિવર્સલ ટાઇપની ફિલ્મ બની છે. આ ફિલ્મ જાનારા દરેકે મને કહ્યું કે આ તમારી અત્યાર સુધીની તમામ ફિલ્મોમાં બેસ્ટ ફિલ્મ છે. હવે નિર્ણય દર્શકોના હાથમાં છે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY