મુંબઈ,તા.૨૦
૨૧ વર્ષ જૂના બહુચર્ચિત કાળિયાર હરણ શિકાર કેસમાં ફરી એકવાર સલમાન ખાન, સૈફ અલી ખાન, સોનાલી બેન્દ્રે, નીલમ, તબ્બુ તથા દુષ્યંત સિંહની મુશ્કેલીઓ વધી શકે છે. રાજસ્થાન સરકારની અપીલ પર જાધપુર હાઈકોર્ટે આ તમામને નોટિસ મોકલી છે.
આ કેસમાં સપ્ટેમ્બર, ૨૦૧૮માં જોધપુરની સીજીએમ (ચીફ જ્યૂડિશિયઅલ મેજિસ્ટ્રેટ) કોર્ટે સલમાન ખાન સિવાય બાકીના તમામને નિર્દોષ છોડી મૂક્યા હતાં. આ ચુકાદાની વિરૂદ્ધમાં રાજ્ય સરકારે અપીલ કરી હતી. જેને કારણે આ તમામને ફરી એકવાર નોટિસ આપવામાં આવી છે. આ કેસમાં બે મહિના બાદ સુનાવણી કરવામાં આવશે. સલમાન ખાનને સપ્ટેમ્બર, ૨૦૧૮માં પાંચ વર્ષની સજા આપવામાં આવી હતી. જાકે, બે દિવસ બાદ જ સલમાનને કોર્ટમાંથી જામીન મળી ગયા હતા. ત્યારબાદથી જ સલમાન ખાનને વિદેશ જતા પહેલાં કોર્ટની મંજૂરી લેવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



